Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 38
________________ સક્રિય બહુમાનભાવ એ જ ભક્તિ વિધિને સમજવા મન બરાબર છે પણ...? મોર ટહુકવા તૈયાર છે પણ વાતાવરણમાં નથી ઠંડો પવન કે નથી વાદળાંનો ગડગડાટ. એ શાંત ન બેઠો હોય તો કરે શું? અંતરમાં પ્રતિષ્ઠિત થઈ ચૂકેલો બહુમાનભાવ ભક્તિરૂપે સક્રિય થવા તૈયાર છે એમ નહીં, ભારે તલપાપડ પણ છે પરંતુ ભક્તિ માટેના કોઈ સંયોગો જ નથી, ભક્તિ માટેની અનુકૂળ સામગ્રી જ નથી. બહુમાનભાવ નિષ્ક્રિય ન પડ્યો રહે તો બીજું થાય શું? આંખ સામે રાખી દેજો આ ગણિત. સક્રિય થતો બહુમાનભાવ એ જો ભક્તિ છે તો નિષ્ક્રિય રહેતી ભક્તિ એ બહુમાનભાવ છે. આપણી પાસે આ બંને હાજર ખરા? મુંબઈ અને દિલ્લી વચ્ચેના અંતરને સમજવામાં, કાપવામાં અને પૂરું કરવામાં આવી કોઈ ખાસ તકલીફ પડે તેમ નથી પરંતુ મન અને અંતઃકરણ વચ્ચેના, બુદ્ધિ અને લાગણી વચ્ચેના અંતરને સમજતા, કાપતાં અને પૂરું કરતાં તો નવનેજાં પાણી ઊતરી જાય તેમ છે. પણ એ અંતરને સમજી લીધા વિના સંયમજીવનને સારી રીતે જીવવું એ અશક્યપ્રાયઃ જ છે. બુદ્ધિ શાસ્ત્રોને-રહસ્યોને સમજવા માટે બરાબર છે પરંતુ એ રહસ્યો પ્રત્યે સંવેદનશીલતા તો હૃદયે જ પ્રગટાવવી પડે છે ! વિધિને સમજવા માટે મન બરાબર છે પણ એ વિધિપાલનમાં અહોભાવ ઊભો કરવા તો અંતઃકરણને જ કામે લગાડવું પડે છે. સાવધાન! ઉપ

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50