Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 42
________________ ન છંછેડાઈએ...ન છેતરીએ... દુઃખોની જવાબદારી જાત પર જ લઈએ... પ્રત્યેક પ્રતિકૂળતામાં, દુઃખમાં, તકલીફમાં કે પીડામાં અન્યનો જ વાંક જોવાની કે કાઢવાની વૃતિ એ આપણાં મનની સમાધિ માટે કે જીવો પ્રત્યેના સભાવને ટકાવી રાખવા માટે ભારે પ્રતિબંધક અભિગમ સંયમજીવનને નિસ્તેજ, નિષ્માણ અને નિરર્થક બનાવી દેતા બે દોષોને આપણે સતત નજર સામે રાખવાના છે. પ્રથમ નંબરનો દોષ છે, છંછેડાતા રહેવું અને બીજા નંબરનો દોષ છે, છેતરતા રહેવું. પ્રતિકૂળતા ઊભી થતાંની સાથે જ આપણે જો છંછેડાઈ જઈએ છીએ અને કોકને કોક કારણસર આપણે ગુરુદેવને અને સહવર્તીઓને જો છેતરતા જ રહીએ છીએ તો નિશ્ચિત સમજી રાખવું કે આપણું સંયમજીવન ચટણી વિનાની ભેળ જેવું જ બની જવાનું છે. કબૂલ, અનાદિની આ જ વૃતિ હોવાના કારણે મન ; પ્રતિકૂળતા આવતા વેંત અન્ય પર જવાબદારી ઢોળવા તૈયાર થઈ જાય છે છતાં કર્મના ગણિતને બરાબર સમજી ચૂકેલા આપણે સંયમજીવનને પામ્યા પછી ય જો ધીમે ધીમે આ ગલત અભિગમથી મનને મુક્ત કરી દેવા તૈયાર નહીં થઈ જઈએ તો પછી સર્વકર્મોથી મુક્ત થઈ , 1. જવાનું આપણું સોણલું સાકાર થશે જ ક્યારે ? વાત આવો , , ૮૩

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50