Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 44
________________ એવી નાની હારને સ્વીકારતા રહેજો... આત્મીય સંબંધનું એક માત્ર સાચું સરનામું આત્મીય સંયમજીવનમાં અન્યાયના શિકાર બનવું પડતું હોય, કારણ વિના અપમાનો થતાં જ રહેતા હોય, ગુરુદેવ ત૨ફથી કે સહવર્તીઓ તરફથી સતત અવગણના થતી જ રહેતી હોય ત્યારે મનને કઈ વિચારણામાં વ્યસ્ત રાખવું? આ રહ્યો એનો જવાબ. એવી નાની નાની હારને સ્વીકારતા જ રહેવું કે જે અંતે મોટા વિજયમાં પરિણમી જતી હોય. કબૂલ, જરાય ભૂલ નહોતી આપણી અને છતાં કોકે ઉતારી પાડ્યા આપણને, સ્વીકાર કરી લઈએ એ અપમાનનો તો પ્રભુની આજ્ઞાનું પાલન થયાનો મહાન લાભ તો આપણને મળે જ પરંતુ વિપુલ કર્મનિર્જરાનો લાભ પણ આપણને મળે ! શું કહું ? ગુરુણી ચંદનબાળાશ્રીના ઠપકાને મૃગાવતીશ્રી પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લઈને કેવળજ્ઞાન પામી ગયા છે એ આપણા ખ્યાલમાં તો છે ને? સબંધ એ એક એવો સંબંધ છે કે જો એનું સરનામું ગલત શોધાઈ જાય તો આત્માનાં ડૂચા કાઢી નાખે અને સરનામું જો સાચું શોધાઈ જાય તો આત્માને ન્યાલ કરી દે. અત્યંત નસબીદાર છીએ આપણે કે સંયમજીવન સ્વીકારીને આપણે આપણા આત્મીય સંબંધનું એકદમ સાચું સરનામું શોધી લીધું છે પણ એક વાત કરું ? આ સંબંધના માધ્યમે આપણે જો સિદ્ધ ભગવંતોના સાધર્મિક બની જવા માગીએ છીએ તો એક વાત ખાસ ધ્યાનમાં રાખી લેવાની છે કે સંબંધમાં લાગણીનું રોકાણ કરતી વખતે મનની કોઈ ગણતરીને આપણે વચ્ચે લાવવાની નથી. વળતરની

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50