Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 45
________________ શરતી સમર્પણ સદુપયોગ સમચનો... મનની એક અત્યંત વિચિત્ર ખાસિયત ખ્યાલમાં છે? સમર્પિત થતા પહેલાં એ જાતજાતની શરતો મૂકતું જ રહે છે. “ગુરુને સમર્પિત બનવા હું તૈયાર તો છું પણ તેઓ ક્રોધી ખૂબ છે એનું શું? ગુરુદેવ પ્રત્યે સમર્પિત થઈ જવામાં મને કોઈ જ તકલીફ નથી પણ એમનાં જીવનમાં સ્વાધ્યાયનું નામોનિશાન નથી એનું શું? હું તો માનતો હતો કે ગુરુદેવ અત્યંત ગુણિયલ છે પણ પરિચય થયો ત્યારે ખ્યાલ આવ્યો કે એમના જીવનમાં પ્રમાદ-પ્રચુરતા સિવાય બીજું કશું જ નથી. આવા ગુરુદેવ પ્રત્યે સમર્પિત થઈ જવાનો ઉત્સાહ જાગે જ શી રીતે? પણ સબૂર ! જમાલિને ગુરુ તરીકે મળેલા પરમાત્મા મહાવીરદેવ વીતરાગ હતા છતાં જમાલિ એમના પ્રત્યેય સમર્પિત બની શક્યા નથી જ્યારે ચંડરુદ્રાચાર્યનો ક્રોધ દાવાનળનું પ્રતિનિધિત્વ ધરાવતો હતો છતાં એમના પ્રત્યેના સમર્પણભાવને પરાકાષ્ટાએ લઈ જઈને એમના શિષ્ય કેવળજ્ઞાન પામી ગયા છે! મન પાસે આનો જવાબ માગવા જેવો છે. બે ચીજ આપણી પાસે અતિ અતિ મહવની છે. સમય અને સંબંધ ! સમયને આપણે સાચવવાનો નથી પરંતુ એનો આપણે સદુપયોગ કરતાં રહેવાનું છે જ્યારે સંબંધનો આપણે ઉપયોગ કરતા રહેવાનું નથી પરંતુ એનું આપણે જતન કરતા રહેવાનું છે. અશુભ કર્મબંધથી આત્માને બચાવતા જ રહીએ એવી સ્મૃતિ-વૃતિ અને પ્રવૃતિ એ છે સમયનો સદુપયોગ અને સંબંધને રાગથી-સ્વથથી અને ચાલબાજીથી મુક્ત જ રાખતા જઈએ એ છે સંબંધનું જતન. આ બે બાબતમાં જે પણ સંયમી સાવધ રહ્યો એ સંયમી પોતાના સંયમજીવનને પરમગતિની નજીક લઈ જવામાં સફળ બની ગયો જ સમજો. આવા જાગ્રત રહે સંયમીમાં આપણો નંબર ખરો? ૮૯

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50