Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 46
________________ ધર્મના સ્મરણકાળમાં આનંદ ખરો ? તર્ક, વ્યક્તિમાં રહેલ પુરુષ ધર્મને સાનુબંધ બનાવી દેવો છે? એક કામ ખાસ કરીએ. ધર્મના સેવન કાળે જે આનંદ અનુભવાયો હોય એના કરતાં અનેકગણો આનંદ એના સ્મરણકાળમાં આપણે અનુભવતા રહીએ. શાલિભદ્રના જીવ સંગમે, પૂર્વભવમાં આ જ કર્યું હતું ને? મુનિ ભગવંતને ખીર વહોરાવતી વખતે જે આનંદ સંગમે અનુભવ્યો હતો એના કરતાં અનેકગણો આનંદ તો એણે એનાં સ્મરણકાળમાં અનુભવ્યો હતો. આનું પરિણામ શું આવ્યું, એ આપણાં ખ્યાલમાં જ છે. એક બીજી વાત, પાપોને નિરનુબંધ બનાવી દેવા છે? એક કામ ખાસ કરીએ. એના સેવનકાળમાં અનુભવેલા આનંદ કરતાં એના સ્મરણકાળમાં એની પુષ્કળવેદના અનુભવતા રહીએ. ઝાંઝરીયા ઋષિના ઘાતક રાજાના ઋષિહત્યા સમયના આનંદ કરતાં એની પછીના પશ્ચાતાપની વેદના કેવી જાલિમ હતી કે એ વેદનાએ રાજાને કેવળજ્ઞાનની ભેટ ધરી દીધી છે. સાવધાન ! આપણે શરીર પુરુષનું લઈને બેઠા છીએ કે સ્ત્રીનું? એ વાતને હમણાં એક બાજુ રાખીને અહીં હું એક અલગ જ વાત કરવા માગું છું. તર્ક એ વ્યક્તિમાં રહેલ પુરુષ છે જ્યારે લાગણી એ વ્યક્તિમાં રહેલ સ્ત્રી છે. સંપૂર્ણ સંયમજીવન તમે પુરુષ શરીરમાં પસાર કરો છો કે સ્ત્રી શરીરમાં પસાર કરો છો એ એટલું મહત્વનું નથી પરંતુ જ્યાં તર્કનો સહારો લેવાનો હોય છે ત્યાં જો તમે લાગણીનો સહારો લો છો અને જ્યાં લાગણીને પ્રધાન બનાવવાની હોય છે ત્યાં જો તમે તર્કને ચાલકબળ બનાવો છો તો નિશ્ચિત સમજી રાખજો કે તમારું સંયમજીવન જોખમમાં કદાચ ભલે નથી પરંતુ સંયમજીવનનો આનંદ તો સો ટકા જોખમમાં છે. તે આશાના સ્વીકારમાં તમે પુરુષ બની જાઓ અને અનુકૂળ ગોચરીમાં તમે સ્ત્રી બની જાઓ. થાય શું?

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50