________________
બચાવમાં વ્યસ્ત એ જ બુદ્ધિ...
મનમાં સંઘરો નહીં પ્રસંગની કડવાશ : ફાવી જશો)
બુદ્ધિની આમ તો જાતજાતની ખાસિયતો છે પરંતુ એ તમામ ખાસિયતોમાંની મહવની કોઈ એક ખાસિયત હોય તો તે આ છે. “બચાવ માટેનાં કારણો શોધવામાં જે સતત વ્યસ્ત જ હોય એનું નામ બુદ્ધિ' આપણી કોઈ પણ પ્રકારની ભૂલ કોઈ પણ કાઢે, બુદ્ધિ એ જ પળે એના બચાવનાં કારણો રજૂ કરી દે. ‘આજે રાતના સ્વાધ્યાય ન થૈ ? ના, ઊંઘ આવતી હતી' આજે તિથિ છે છતાં તપ ન કર્યો? ના, માથું દુ:ખે છે ‘આજે કોઈનીય વૈયાવચ્ચન કરી? ના, શરીરમાં સુસ્તી છે’ ‘સહવર્તી પર ક્રોધ કર્યો? કરું શું? ભૂલ જ એણે એવી કરી હતી’ એટલું જ કહીશ કે બચાવ કરતી રહેતી આ બુદ્ધિ એ જ જો આપણાં જીવનનું ચાલકબળ છે તો હિતની બાબતમાં આપણે નાહી નાખવાનું જ રહે છે !
પગમાં સંઘરાઈ ગયેલ કાંટો પીડાદાયક કદાચ નથી પણ બનતો, પેટમાં જમા થઈ ગયેલ મળ કદાચ ત્રાસદાયક નથી પણ બનતો, કાનમાં ભરાઈ ગયેલ મેલ કદાચ નુકસાનકારક નથી પણ બનતો પરંતુ, મનમાં સંઘરાયેલ કોઈ પણ પ્રસંગની કડવાશ એ આપણને વધુ ને વધુ પીડા આપતી જ રહે છે.
સેંકડો વખતનો અનુભવ આ જ હોવા છતાં ખબર નહીં, મન ગલત પ્રસંગોની કડવાશને સ્મૃતિપથમાં સંઘરી રાખવામાંથી ઊંચું આવતું જ નથી.
એમ લાગે છે કે આપણને દુઃખી રહેવામાં રસ છે. આપણને વ્યથિત, ઉદ્વિગ્ન અને દુર્ગાનગ્રસ્ત રહેવામાં જ રસ છે. વ્યક્તિ પ્રત્યેના વેરને લીલુંછમ રાખવામાં જ આપણને રસછે.
જો આ જ મનઃસ્થિતિ છે આપણી તો આપણી પાસે વિશુદ્ધિ ક્યાં ? નિર્માતા અને પ્રસન્નતા ક્યાં ? એના અભાવે સંયમનાં પરિણામ ક્યાં? રે કરુણતા?
૯૩
દ્રનો કિલ્લામાં પાણી
ર