________________
ગુરુને પ્રસન્ન રાખવા છે ? કે કરવા છે ?
‘ગુરુની પ્રસન્નતા એ જ શિષ્યની એક માત્ર મૂડી છે' આ વાત સાંભળ્યા પછી ય આપણે ગુરુદેવની પ્રસન્નતામાં નિમિા બનવા પ્રયત્નશીલ ન બન્યા રહીએ એ સંભવિત જનથી.
પણ સબૂર ! ગુરુદેવને આપણે પ્રસન્ન કરવા પ્રયત્નશીલ છીએ ? કે ગુરુદેવને આપણે પ્રસન્ન રાખવા પ્રયત્નશીલ છીએ ? પ્રસન્ન કરવાના પ્રયત્નોમાં બની શકે કે ઊંડે ઊંડે ય આપણા કોક અંગત સ્વાર્થની પુષ્ટિની ગણતરી હોય પણ પ્રસન્ન રાખવાના પ્રયાસોમાં તો એવી કોઈ મલિન ગણતરી કામ જ નથી લાગતી. શું કહું ? કેવળ સદ્વર્તાવ ‘પ્રસન્ન કરે છે... સદ્દભાવપૂર્વકનો સદ્વર્તાવ
‘પ્રસન્ન રાખે છે'
આમન્યા તોડીએ નહીં, મર્યાદા છોડીએ નહીં.
સંયમજીવનને નિષ્કલંક રાખવું છે? જીવનની છેલ્લી પળ સુધી દાગમુક્ત રાખવું છે? ઓછામાં ઓછા
અતિચારો અને અત્યલ્પ દોષોવાળું રાખવું છે? એના બે શ્રેષ્ઠ વિકલ્પો આપણે આંખ સામે રાખવાની જરૂર છે. ઉપકારીઓની આમન્યા ક્યારેય તોડીએ નહીં અને પ્રભુની તથા ગુરુની આજ્ઞાની મર્યાદા જ ક્યારેય છોડીએ નહીં. આ બાબતમાં જેણે પણ બાંધછોડ કરી છે એ આત્મા પોતાના સંયમજીવનને ઘણે-બધે અંશે દૂષિત કરી જ બેઠો છે. લબ્ધિધર ફૂલવાલક પોતાના ગુરુની આમન્યા ચૂકી ગયા છે તો અષાઢાભૂતિ 0 મુનિવર સંયમજીવનની મર્યાદા ચૂકી ગયા છે. એનાં આવેલા દુ:ખદ પરિણામને આંખ સામે રાખીને આપણે સાવધ બની જવાનું છે.