________________
બહિર્મુખતા ઘટતી જાય...અંતર્મુખતા વધતી જાય...
જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ આપણું સંયમજીવન જામતું જ જાય છે એની પ્રતીતિ જો આપણે કરવા માગીએ છીએ તો આ રહ્યું એનું સમીકરણ. પેટ નાનું થતું જાય અને મન મોટું થતું જાય એ સંયમજીવન જામી ગયાની નિશાની.' પેટ નાનું થતું જાય એનો અર્થ આ કે બહિર્મુખતા ઘટતી જાય અને મન મોટું થતું જાય એનો અર્થ આ કે અંતર્મુખતા વધતી જાય. આખરે પેટનો અર્થ છે શું ? બહારથી અંદર ઠલવાતું
જાય ! મનનો અર્થ છે શું ? અંદરથી બહાર આવતું જાય ! સંક્લેશોને વિરામ આપીએ. વિશુદ્ધિને છલકાવતા રહીએ. સંયમજીવન સાર્થક !
મોજાં તો હાજર છે-પાળ તોડી નાખીએ
સાગરમાં ઊઠતાં મોજાંઓ ભલે ને ગમે તેટલા વિરાટ છે, કિનારા પર બંધાયેલ પાળ સાથે ભટકાતા રહીને એ મોજાંઓ ફીણ ફીણ થઈ જાય છે. ગુરુદેવશ્રીની કે સહવર્તિ મુનિવરોની આપણા પ્રત્યેની લાગણી ભલે ને ગમે તેટલી વિરાટ છે, જો આપણે આપણાં મનની આસપાસ અહંકારની મજબૂત પાળ બાંધીને જીવી રહ્યા છીએ તો લાગણીઓનાં એ વિરાટ મોજાંઓ પણ ફીણ ફીણ થઈને જ રહે છે. ‘ફીણ ફીણ થઈને રહે છે’ એટલે ? એટલે આ જ કે લાગણીઓનું એ પાવન જળ આપણને સ્પર્શી શકતું નથી. લાગણીઓનાં એ પાવન જળથી આપણે ભીંજાઈ શકતા નથી. આપણે એક જ કામ કરવા જેવું
છે. મોજાં તો હાજર જ છે. આપણે પાળ તોડીનાખીએ.
૭૨