________________
1 માફી આપવામાં ભારે હિંમત જોઈએ છે
ભીષ્મ તપશ્ચર્યાઓ કરવા માટે પ્રચંડ સવની જરૂર પડે છે એની ના નહીં, લોહી-પાણી એક કરી નાખે એવો સ્વાધ્યાય કરવા પ્રબળ પુરુષાર્થની જરૂર પડે છે એની ય ના નહીં, એક જ દિવસમાં ૩૫૪૦ કિલોમીટરનો વિહાર કરવાના આવી ગયેલ પડકારને ઝીલી લેવામાં પ્રચંડ હિંમતની જરૂર પડે છે એની યના નહીં પણ,
ભૂલ કરનારને માફ કરી
દેવામાં અને આપણી ભૂલ કાઢનાર પ્રત્યે સદ્ભાવ ટકાવી
રાખવામાં તો જે હિંમતની જરૂર પડે છે એનું તો વર્ણન થાય તેમ નથી.
યાદ રાખજો, સાકર અને દૂધ વિના જેમ માવાની બરફી શક્ય નથી તેમ ક્ષમા અને પ્રેમ વિના સંયમજીવનનાં પરિણામ ટકાવવા શક્ય નથી. આપણી પાસે આ બંને ઉદા પરિબળો ખરા?
ર
હૃદયનો બહુમાનભાવ ભક્તિરૂપે સક્રિય થવા તૈયાર ?
વાદળાંના ગડગડાટનો અવાજ સંભળાયા પછી ય ટહુકવા ન લાગે એ જો મોર નહીં તો સંયોગ-સામગ્રી બધું ય અનુકૂળ મળ્યા
પછી ય ભક્તિ માટે તલપાપડ ન થાય એ સાચો બહુમાનભાવ નહીં.
સતત આ ગણિતના આધારે તપાસતા રહેજો હૃદયના બહુમાનભાવને. એ ભક્તિરૂપે સક્રિય થવા સતત તૈયાર હોય છે ખરો ? ભક્તિરૂપે સક્રિય થયા વિના એ સતત બેચેની અનુભવતો રહે છે ખરો ? જો હા, તો માનજો કે આપણા હૃદયનો બહુમાનભાવ એ સાચો બહુમાનભાવછે.