________________
‘હેતુ’ નહીં પણ ‘સેતુ'
‘હેત’ વિના ‘હિત ?' અસંભવ !
અપેક્ષા જ્યાં પણ તૂટે, સ્વાર્થ જ્યાં પણ ઘવાય ત્યાં દરેક સ્થળે ‘હેતુ’ ને જ તપાસતા રહેવામાં મન દુર્ગાનનું અને દુર્ભાવનું શિકાર બન્યું રહે એવી પૂરી શક્યતા છે. એ સંભવિત અપાયથી જાતને બચાવી , લેવી છે? સેતુ' બન્યા રહેવાની પ્રભુની આજ્ઞાને સતત આંખ સામે રાખો. જીવ માત્ર , પ્રત્યે મૈત્રીભાવ ટકાવી રાખવાની પ્રભુની આજ્ઞાનું પાલન એ જ છે સેતુકાર્ય. એ કરતા રહીએ.
‘હિત’ ચાહે મારે મારું સાધવું છે કે અન્ય કોઈ જીવનું સાધવું છે, ‘હેત'ના રસ્તાને અપનાવ્યા વિના મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. દુ:ખદ વાસ્તવિકતા એ છે કે જીવો પ્રત્યેના હેતની, જીવ માત્ર પ્રત્યેના મૈત્રી ભાવની, જીવો પ્રત્યેના સદ્ભાવની મહા અનંત જ્ઞાનીઓએ આપણને જે રીતની દર્શાવી છે એ રીતની આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ નથી. છતાં સ્પષ્ટ સમજી રાખવા જેવું છે આપણે કે મુખ વિના નળી વાટે યા પેટમાં ભોજન મોકલી શકાશે પરંતુ ‘હેત’, વિના ‘હિતની મંજિલે તો ક્યારેય નહીં )
પહોંચી શકાય.
પણ