Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 32
________________ દુઃખ આપ્યાનું સુખ ન અનુભવે એ મુનિ અન્યને સુખ મળ્યાનું દુઃખ ન અનુભવે એ મુનિ મુનિની એક અલગ વ્યાખ્યા કરવી હોય તો આ પણ કરી શકાય કે “દુઃખ આપ્યાનું સુખ ક્યારેય ન અનુભવતો રહે એ મુનિ.' બની શકે કે છદ્મસ્થવશાત્ કોકના પ્રત્યે આપણે આવેશમાં આવી ગયા હોઈએ અને એના દુઃખમાં આપણે નિમિા બની ગયા હોઈએ, સામી વ્યક્તિના અપરાધ બદલ એને આપણે સજા કરવી જ પડી હોય અને એના કારણે એના મનમાં આપણાં પ્રત્યે દુર્ભાવ ઊભો થઈ જ ગયો હોય અને તોય આપણે એનાદુઃખમાંથી સુખ અનુભવવાની હલકટતા તો ક્યારેય દાખવવાની નથી. ‘હાથ મારે ત્યારે ય હૈયું રડે” મા જો આ વ્યાખ્યા લઈને બેઠી છે તો જગતના જીવમાત્રની માછીએ આપણે. આ વ્યાખ્યામાં આપણે તો હોઈએ જ ને? મુનિની એક મસ્ત વ્યાખ્યા કરવી હોય તો આ પણ કરી શકાય કે અન્યને સુખ મળ્યાનું દુઃખ ક્યારેય ન અનુભવતો રહે એ. મુનિ.' ભલે ને આપણે સંયમી છીએ પણ આ તો સંસાર છે. અહીં પુણ્યના ક્ષેત્રે તમારાથી આગળ નીકળી જતા સંયમીઓ પણ હોવાના અને ગુણના ક્ષેત્રે તમારાથી આગળ નીકળી ગયેલા સંયમીઓ પણ હોવાના જ. જો એ તમામનાં દર્શને આપણું અંતઃકરણ વ્યથાથી વ્યાપ્ત બની જતું હોય અને ઈર્ષ્યાથી ગ્રસ્ત બની જતું હોય તો પછી સંસારીમાં અને આપણામાં ફેર શું? ના, પ્રમોદ ભાવના એ તો સંયમીની શ્રીમંતાઈ છે. એનાથી

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50