________________
સત્યપુરુષાર્થનો અંત એ જ મૃત્યુ
પવન હાજર, પ્રકાશ ગેરહાજર !
પવન
જીવનના અંતવાળા મૃત્યુને તો આપણે અટકાવી શકવાના નથી; પરંતુ સપુરુષાર્થનો અંત એ જ મૃત્યુ'ની અધ્યાત્મજગતમાં જે વ્યાખ્યા છે એ મૃત્યુને તો આપણે અટકાવી શકીએ છીએ ને ? એક કામ કરીએ. સપુરુષાર્થને ક્યાંય વિરામ ન આપીએ. જીતી જશું.
હાજર હોય અને પ્રકાશ ગેરહાજર હોય એવા મકાનમાં રહેવા માટે સંસારી માણસ જો તૈયાર થતો નથી તો ઉપશમભાવનો પવન હાજર હોય પરંતુ સમ્યક જ્ઞાનનો પ્રકાશ ગેરહાજર હોય એવા જીવનને અધ્યાત્મજગત પણ વંદનીય ક્યાં માને છે? આંખ સામે લાવો અગ્નિશર્માને. ત્રણ ત્રણ માસખમણનાં પારણાં ચુકાઈ ગયા પછી ય એ ણે ટકાવી રાખે લો ઉપશમભાવ
સમ્યકજ્ઞાનના અભાવમાં ફળહીન જ બની ગયો ને ? પવન-પ્રકાશ બંને જોઈએ જ.