________________
સવક્ષેત્રે સાવધ ખરા ?
શ્રદ્ધાની મંદતા સમ્યદર્શન માટે જોખમી પુરવાર થાય છે એનો આપણને ખ્યાલ હોવાથી મનમાં જ્યાં પણ પ્રભુવચનો પ્રત્યે શંકાનો ભાવ ઊઠે છે ત્યાં એ જ પળે ત્યાંથી પાછા ફરી જવાની વૃત્તિ મનમાં જાગી જાય છે. પરંતુ સબૂર !
સવની કચાશ ચારિત્રજીવન માટે જોખમી પુરવાર થાય છે એનો આપણને ખ્યાલ ન હોવાથી આપણે
સવવૃદ્ધિ માટે કે સવરક્ષા
માટે એટલા સાવધ રહેતા
નથી. અને આપણી આ
અસાવધગીરી બની શકે કે આવતીકાલે આપણાં
ચારિત્ર જીવન માટે આત્મઘાતક પુરવાર થાય. સાવધાન!
૪૭
દ્રવ્યમાં રાગ જીવંત તો દ્રવ્યક્રિયામાં ભાવ જીવંત કેમ નહીં ?
ગોચરીનાં દ્રવ્યોમાં દૂધ કે ઘી, દાળ કે શાક, રોટલી
કે ભાત ભલે ને રોજ આપણે વાપરીએ છીએ પણ એ દ્રવ્યોમાં આપણને રાગ થતો જ નથી એવું છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં આપણે નથી જ.
પ્રશ્ન એ છે કે રોજના વપરાશનાં દ્રવ્યોમાં રાગને જીવંત રાખનારા આપણે રોજની આવશ્યક ક્રિયાઓમાં ભાવને જીવંત રાખીએ છીએ ખરા?
જો ના, તો ભવાંતરમાં આપણી સાથે વારસો શેનો
આવશે ? રાગનો કે બહુમાનભાવનો ? સંક્લેશનો કે અહોભાવનો ? ગલત વૃદ્ધિનો કે સમ્યક્ સંસ્કારોનો ? સાવધાન!
૪