________________
વિસ્મયભાવને જીવંત રાખો.
- કષ્ટો સુખદાયી ભલે નથી, ફાયદાકારક તો છે જ
પગમાં ઘૂસી ગયેલ કાંટાને કાઢી. નાખવાથી થતી પીડા સુખદાયી નથી હોતી એમાં તો ક્યાં કોઈને પૂછવું પડે તેમ છે ? પણ એ પીડા ફાયદાકારક બનીને જ રહે છે એ તો આ શંકાવિનાની વાત છે. સંયમજીવનનાં જે પણ કષ્ટો છે - લોચનાં કે વિહારનાં, ગરમીનાં કે ઠંડીનાં, નિયંત્રણનાં કે આજ્ઞાકારિતાનાં - એ તમામ કણે સુખદાયી ભલે નથી પણ
આત્મા માટે ફાયદાકારક તો છે જ. આ સત્ય આપણે અસ્થિમજ્જા બનાવી દેવાની જરૂર છે. આપણી આ શ્રદ્ધા આપણને કષ્ટોમાં નિઃસવતાના શિકાર તો નહીં બનવા દે પરંતુ વધુ ને વધુ સાવિક બનાવી દઈને લખલૂટ કર્મનિર્જરાના ભાગી બનાવશે !
ઉંમર તો આપણને ઘરડા જ્યારે બનાવશે ત્યારે પણ અધ્યાત્મના જગતમાં સાચે જ આપણે જો ઘરડા બનવા નથી માગતા તો
એનો શ્રેષ્ઠ વિકલ્પ છે, વિસ્મયભાવને સદાય જીવંત રાખો. | પર્યાય ભલે ને ગમે તેટલો મોટો હોય, પદવી ભલે ને ગમે તેટલી ઊંચી હોય, વિદ્વા ભલે ને
પરાકાષ્ઠાની હોય, સમાજમાં ખ્યાતિ ભલે ને જોરદાર હોય, પણ પ્રભુશાસન પ્રત્યેનો, પ્રભુ વચનો પ્રત્યેનો, હાથમાં રહેલ સંયમજીવન પ્રત્યેનો, ઉપકારી ગુરુદેવ પ્રત્યેનો વિસ્મયભાવ જો હૃદયમાં ધબકતો જ છે તો આપણે યુવાન જ છીએ, પ્રભુ વીરના વચનો ગૌતમસ્વામી હંમેશા વિસ્મયભાવથી જ સાંભળતા હતા ને?
૪૪
કરી
ના