Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 20
________________ ગુણની સજ્જનતા અને ખાનદાની દુઃખના સમયમાં વિચાર ‘ત્યારે’નો.. મહેમાન ભલે ને ગમે તેટલો સજ્જન છે, એ તમારે ત્યાં રહી જ જાય એવી ભલે ને તમારી જોરદાર ઇચ્છા છે, ભલેને તમે એની ઉપસ્થિતિ પ્રત્યે ‘ગમો' જ વ્યક્ત કરી રહ્યા છો છતાં પણ એ મહેમાન તમારે ત્યાંથી તુર્ત જ રવાના થઈ જાય એવું બને. પણ સબૂર ! ગુણ એ એક એવો સજ્જન અને ખાનદાન મહેમાન છે કે એના પ્રત્યે તમે માત્ર ગમો’ વ્યક્ત કરો, એ તમારા જીવનઘરમાં કાયમ માટે રહી જવા તૈયાર થઈને જ રહેશે. યાદ રાખજો, ગુણ પક્ષપાત વિના ગુણાધાન શક્ય જ નથી બનવાનું. જરૂર છે ગુણને ગમાડવાનું ! બેડો પાર છે. પાપના ઉદયજન્ય દુઃખનો જીવનમાં જ્યારે પણ અનુભવ થાય ત્યારે મનને સમાધિમાં રાખવા માટે ‘ત્યારે ના વિચારને આત્મસાત કરતા રહેવાની ખાસ જરૂર છે. ‘ત્યારે’ એટલે ? ‘ભૂતકાળના કોક ભવોમાં મારાથી અચૂક ભૂલ થઈ જ હશે. એ વિના આ દુઃખો આવે જ ક્યાંથી?' આ વિચારણા ! જવાબ આપો. પરમાત્મા મહાવીરદેવના કાનમાં ખીલા ઠોકાયાની વેદનાની વાત સાંભળવા મળતાંની સાથે જ આપણે એમનો સારો એ ભવ આંખ સામે લાવી જ દઈએ છીએ ને કે જે ભવમાં એમણે શવ્યાપાલકના કાનમાં ગરમ ગરમ સીસું રેડી દીધું હતું ! જો પ્રભુ પર આવેલાં દુઃખોમાં આપણે પૂર્વના ભવોને આંખ સામે લાવી જ દઈએ તો આપણા પર આવતાં દુઃખોમાં આપણા પૂર્વભવોને આંખો સામે કેમનલાવીએ?

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50