________________
ખરાબ સ્વતંત્રતાથી દૂર જ રહીએ
સારી સ્વતંત્રતાનો લાભ ઉઠાવતા જ રહીએ...
"
!!?'
પ્રમાદનું સેવન કરતાં આપણને આ જીવનમાં જો કોઈ અટકાવનાર ન હોય, કષાય આપણે જો ગમે તેની સાથે કરી શકતા હોઈએ, દોષિત ગોચરી જો આપણે બે-રોકટોક વાપરી શકતા હોઈએ અને ગુરુદેવ પાસેથી સુખશીલતા પોષવાની ધારી છૂટ જો આપણે લઈ શકતા હોઈએ તો એ સ્વતંત્રતા જરૂર છે પણ એ ખરાબ સ્વતંત્રતા છે.
આ જીવનની સમાપ્તિની સાથે જ આત્માને એ ખરાબ સ્વતંત્રતા એવી ગતિમાં રવાના કરી દેવાની છે કે જે ગતિમાં લમણે પરાધીનતા સિવાય બીજું કશું જ ઝીંકાવાનું નથી. | ‘જે ધારીએ તે આપણે કરી શકીએ’ આવી ખરાબ સ્વતંત્રતાથી જાતને દૂર જ રાખશું?
હું ધારું ત્યારે સ્વાધ્યાય કરી શકું, તપશ્ચર્યા ઝુકાવી શકું, ગુરુદેવની ભક્તિમાં કલાકોના કલાકો વીતવી શકું, રોજના વીસ-વીસ ઘડા પાણી લાવી શકું, રાતના સો સો લોગસ્સનો કાઉસગ્ન કરી શકું, પરિષહ-ઉપસર્ગો વેઠી શકું.
આ એક એવી સરસ સ્વતંત્રતા છે કે જે સ્વતંત્રતાનો ઉપયોગ ભવાંતરમાં મને એવી ગતિની ભેટ ધરી દે છે કે જે ગતિમાં મળતી અનુકૂળતાઓ મારા આત્માની પરમગતિનજીક લાવીને જ રહે.
સંયમજીવનમાં જે કરવા જેવું હોય એ બધું જ કરી શકીએ.' આ સારી સ્વતંત્રતા જો આપણી પાસે હોય તો એનો ભરપૂર લાભ આપણે ઉઠાવતા રહેવા જેવું છે.