Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 25
________________ શુભને બહાર લાવવા શુભ આપતા જ રહીએ થીજેલા ઘીને આગથી દૂર જ રાખીએ ઘી ભલે ને થીજી ગયેલું છે. આગની નાનકડી ચિનગારી એને મળે છે અને એ ઓગળવા લાગે છે. આપણી પાસે રહેલ શુભ ઉપાદાનનું પોત આખરે તો થીજી ગયેલ ઘી જેવું છે. આપણે જો એને સક્રિય બનાવવા માગીએ છીએ તો એનો શ્રેષ્ઠતમ વિકલ્પ આ છે, શુભ નિમિયોની ચિનગારી એને આપતા જ રહીએ. કદાચ મામૂલી શુભનિમિોની એને અસર ન થાય તો પ્રબળ અને પુષ્કળ શુભનિમિયો એને આપતા રહીએ. પ્રભુશાસનનો રાજમાર્ગ આ જ છે. શુભને બહાર લાવવું છે ? શુભ કબૂલ, હાથમાં જીવન સંયમનું છે. શરીર પર વેશ સંયમીનો છે. રોજિંદી ક્રિયાઓ સંયમજીવનને અનુરૂપ છે અને તોય મનમાં પશુજગતની તમામ વૃતિઓ આપણે લઈને બેઠા છીએ એ ય છે, એટલી જ વાસ્તવિકતા છે. જો એ ગલત વૃઓિને આપણે પ્રવૃતિરૂપ બનવાદેવા નથી માગતા તો એનો એક જ વિકલ્પ છે. જાતને ગલત નિમિતોથી દૂર જ રાખીએ. થીજેલા ઘી જેવા ગલત ઉપાદાનને જો આપણે ઓગળવા દેવા નથી જ માગતા તો ગલત નિમિયોની આગથી એને દૂર રાખીએ એ જ રાજમાર્ગ છે ને?

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50