SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સવક્ષેત્રે સાવધ ખરા ? શ્રદ્ધાની મંદતા સમ્યદર્શન માટે જોખમી પુરવાર થાય છે એનો આપણને ખ્યાલ હોવાથી મનમાં જ્યાં પણ પ્રભુવચનો પ્રત્યે શંકાનો ભાવ ઊઠે છે ત્યાં એ જ પળે ત્યાંથી પાછા ફરી જવાની વૃત્તિ મનમાં જાગી જાય છે. પરંતુ સબૂર ! સવની કચાશ ચારિત્રજીવન માટે જોખમી પુરવાર થાય છે એનો આપણને ખ્યાલ ન હોવાથી આપણે સવવૃદ્ધિ માટે કે સવરક્ષા માટે એટલા સાવધ રહેતા નથી. અને આપણી આ અસાવધગીરી બની શકે કે આવતીકાલે આપણાં ચારિત્ર જીવન માટે આત્મઘાતક પુરવાર થાય. સાવધાન! ૪૭ દ્રવ્યમાં રાગ જીવંત તો દ્રવ્યક્રિયામાં ભાવ જીવંત કેમ નહીં ? ગોચરીનાં દ્રવ્યોમાં દૂધ કે ઘી, દાળ કે શાક, રોટલી કે ભાત ભલે ને રોજ આપણે વાપરીએ છીએ પણ એ દ્રવ્યોમાં આપણને રાગ થતો જ નથી એવું છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં આપણે નથી જ. પ્રશ્ન એ છે કે રોજના વપરાશનાં દ્રવ્યોમાં રાગને જીવંત રાખનારા આપણે રોજની આવશ્યક ક્રિયાઓમાં ભાવને જીવંત રાખીએ છીએ ખરા? જો ના, તો ભવાંતરમાં આપણી સાથે વારસો શેનો આવશે ? રાગનો કે બહુમાનભાવનો ? સંક્લેશનો કે અહોભાવનો ? ગલત વૃદ્ધિનો કે સમ્યક્ સંસ્કારોનો ? સાવધાન! ૪
SR No.008913
Book TitleMare Mitra Banvu che
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy