________________
સમૂહની ઉપયોગિતા અને ઉપકારિતા
લક્ષ્યસ્થાન પર ભલે ને આપણે
વ્યક્તિગત જ પહોંચવાનું છે; પરંતુ
સમૂહની ઉપસ્થિતિ, સમૂહનો સહવાસ, સમૂહના પ્રયાસો આપણને એ લક્ષ્યસ્થાને પહોંચવામાં સહાય તો કરે જ છે.
આપણી પાસે અત્યારે જે પણ યતિજીવન છે એ સાપેક્ષ યતિજીવન છે. સાધના-આરાધના કે સ્વાધ્યાય ભલે આપણે જ કરવાના છે; પરંતુ સમૂહનો સહવાસ અને સમૂહની સહાય વિના એમાં આગળ વધવું કે એમાં ટકી રહેવું આપણા માટે સર્વથા અશક્ય જ છે. જવાબ આપો.
સમૂહની આ ઉપયોગિતા આપણાં ખ્યાલમાં ખરી ? સમૂહની આ ઉપકારિતા આપણાં હૃદયમાં પ્રતિષ્ઠિત ખરી? સમૂહ પ્રત્યેના કૃતજ્ઞભાવથી આપણું હૈયું ગદગદું ખરું ?
૩૩
લેતાં થાકી જાય પણ દેતાં ન થાકે એનું નામ પ્રેમ
લેતાં
થાકી જાય પણ તમને દેતાં દેતાં હાંફ ન
ચડે એનું નામ પ્રેમ' કો'ક સ્થળે વાંચવામાં આવેલ પ્રેમની આ વ્યાખ્યાને અમલી બનાવવાનો પ્રયાસ આપણે આજથી જ, અત્યારથી જ શરૂ કરી દેવાની જરૂર છે.
વીતેલાં વરસો દરમ્યાન આપણે જેને પણ પ્રેમ આપ્યો છે, જેની પણ સાથે પ્રેમનો સંબંધ બાંધ્યો છે એ પ્રેમને આ વ્યાખ્યાના આધારે ચકાસવા જઈએ તો આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે સોદાબાજીને જ આપણે પ્રેમનું નામ આપી દીધું છે. અપેક્ષા
તૂટી છે, સ્વાર્થ ઘવાયો છે, એ જ પળે