________________
મગજ બદલાવો, જાત બદલાઈ જશે.
મારે મિત્ર બનવું છે
'ગન્તવ્યની માત્ર દિશા જ આપણે
બદલાવી દઈએ છીએ અને આપણાં મનની દશા બદલાઈ જાય એવી પૂરી સંભાવના છે. પરંતુ એક અતિ મહત્વની હકીકત ખ્યાલમાં છે? આપણાં મગજને આપણે બદલાવી દઈએ છીએ અને આપણે ખુદબદલાઈ જઈએ છીએ. આનો અર્થ?
આ જ કે જાતને બદલી દેવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે, મગજને, અભિગમને સમ્ય બનાવી દઈએ !
વર્તમાન જીવનમાં આપણે એક કામ ખાસ કરવા જેવું છે. મિત્રો શોધવા જવાને બદલે મિત્ર બનવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરતા રહેવાનું છે. કારણ ? મિત્રો શોધવા જવામાં બની શકે કે આપણી જાતજાતની અપેક્ષાઓની પૂર્તિની આપણને અપેક્ષા રહે. જાતજાતની આપણી શરતો આપણને એમની પાસે રજૂ કરતા રહેવાનું મન થાય. એ પૂરી ન થતાં
| આપણે એમનાથી દૂર
જ થઈ જઈએ. જ્યારે આપણે ખુદ જો કોકના મિત્ર બની જવા પ્રયાસ કરશું તો એમાં આપણે આપણાં પશે જાતજાતના પરિવર્તન કરવા પડશે. જેમાં આપણને સફળતા મળવાની પૂર્ણ સંભાવના છે.