________________
અભિગમ તો સમ્યક્ પસંદ કરી શકીએ છીએ !
અભિપ્રાય વ્યક્ત કરવાની પસંદગી આપણને રોજેરોજ મળતી જ
રહે એ ભલે શક્ય નથી પરંતુ અભિગમ પસંદ કરવાની તક તો રોજેરોજ આપણને મળી જ રહે છે. આનો અર્થ?
આ જ કે કોકના દ્વારા થતા અપમાન વખતે કે ગોચરીમાં આવી જતા પ્રતિકૂળ દ્રવ્યો વખતે, ગુરુદેવશ્રી તરફથી થયેલ અવગણના વખતે કે શરીરમાં પેદા થયેલ રોગ
વખતે તમારે મનનો અભિગમ કેવો રાખવો એનો નિર્ણય તમારે જ કરવાનો છે. સમ્યક્ અભિગમ કે ગલત અભિગમ એ તમારી જ પસંદગી રહેવાની છે. જવાબ આપો. આપણે સમ્યક્ અભિગમના માલિક ખરા ?
મુસીબતોને ફરિયાદ કરવાની તક ન આપો
‘મુસીબતોની ફરિયાદ તમે જેટલી વધુ કરશો, તમને એટલી વધુ મુસીબતો ફરિયાદ કરવા મળશે' એક જગાએ વાંચવામાં આવેલ આ વાક્ય આપણને એટલું જ કહે છે કે, જીવનમાં જો તમે મુસીબતોને વધા૨વા નથી માગતા તો આજે તમારા જીવનમાં જે પણ મુસીબતો છે એના પ્રતીકારમાં ન રહો, સ્વીકારમાં રહો. એની ફરિયાદ ન કરો, એને ઘોળીને
પી જવાનું સવ દાખવો. મુસીબતો તો તમને મજબૂત બનાવવા આવી છે. એની ફરિયાદો કરતા રહીને તમે કમજોર ન બનતા જાઓ.