Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 16
________________ અંતઃકરણને છેતરો નહીં સદ્ભાગ્ય: માર્ગ પર કદમ મૂકવાનું મંજિલે પહોંચવાનું સદ્ભાગ્ય ભલે વિરલ કોટિના આત્માઓને જ મળતું હોય છે પરંતુ માર્ગ પર કદમ મૂકવાનું સદ્ભાગ્ય તો નાના નાના માણસોને ય ઉપલબ્ધ હોય આપણાં અંતઃકરણને જો આપણે અંધારામાં છે તરતા રહેશું તો અજવાળામાં એ અભ્યાસરૂપે પ્રગટ થતું જ રહેશે. આ હકીકત આપણે એક પળ માટેય ભૂલવા જેવી નથી કારણ કે મનનો એક સ્વભાવ છે કે જે સ્થળ પર કે જે વર્તન કે વૃીિ પર કોઈની ય નજર હોતી નથી ત્યાં એ ગરબડ કરી નાખતાં જરાય શરમ અનુભવતું નથી. પણ સબૂર ! આ તો કુદરતનું જગત છે. એના નિયમો એકાદ્ય છે. તમે બીજ ભલે ને અંધારામાં વાવ્યું છે, અજવાળામાં એના અંકુરો પ્રગટ થવાનાં જ છે. તમે પાપ ભલે ને અંધકારમાં સેવ્યું છે, પાપવિચારને તમે ભલે ને અંધકારમાં પુષ્ટ કર્યો છે, અજવાળામાં આચરણરૂપે પ્રગટ થઈને એ તમારો ડૂચો કાઢી નાખવાનો છે. સાવધાન ! પ્રશ્ન એ નથી કે આપણી મંજિલ ખૂબ દૂર છે. પ્રશ્ન એ છે કે આપણા કદમ માર્ગ પર મુકાઈ ગયા છે જ એવું છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં આપણે છીએ ખરા ? પ્રભુ આપણને સૌથી વધુ ગમે છે. પ્રભુનાં વચનો આપણને સૌથી વધુ ગમે છે. પ્રભુની આજ્ઞાનું પાલન એ જ આપણું

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50