________________
રસ ઉપદેશ આપવામાં ? કે ઉદાહરણ બનવામાં ?
રુચિ ક્ષયોપશમની જન્મદાત્રી બનીને જ રહેશે
પ્રકાશ પર પ્રવચન આપે એ સૂર્ય નહીં પરંતુ પ્રકાશ આપે એ જ સૂર્ય ! ખૂબ ગંભીરતાથી આપણે નિરીક્ષણ કરવાનું છે. અન્ય જીવો માટે આપણે ઉપદેશરૂપ બની રહીએ છીએ કે ઉદાહરણરૂપ ? સામા જીવોને મારું ક્ષમા પરનું પ્રવચન આકર્ષિત કરી રહ્યું છે ? કે મારી ક્ષમા જ આકર્ષિત કરી રહી છે? એક કામ કરશું ? ઉપદેશ જેનો પણ આપીએ છીએ એનાં ઉદાહરણરૂપ બનવાનો પ્રયાસ તો કમ સે કમ શરૂ કરી દઈએ!
પ્રચંડ પુરુષાર્થ પછી ય સ્વાધ્યાયક્ષેત્રે પ્રગતિ થતી જ નથી કારણ કે જ્ઞાનાવરણનો ઉદય જોરદાર છે. ક્ષયોપશમ સારામાં સારો હોવા છતાં સ્વાધ્યાય કરવાનું મન જ થતું. નથી કારણ કે અંતરમાં સ્વાધ્યાય પ્રત્યે અરુચિ જોરદાર છે. જવાબ આપો. આપણને વધુ શું ખટકે ? આવરણ ? કે અરુચિ ? આપણે પ્રયત્નશીલ કયા ક્ષેત્રે ? આવરણ તૂટી જાય એ ક્ષેત્રે? કે રુચિ પ્રગટી જાય એ ક્ષેત્રે? યાદ રાખજો, ક્ષયોપશમ રુચિનું નિર્માણ કદાચ નહીં પણ કરી શકે પરંતુ રુચિ તો થયોપશમનું નિર્માણ કરીને જ રહેશે અને થયોપશમનું નિર્માણ આવરણની તીવ્રતાના કારણે કદાચ નહીં પણ થાય તો ય રુચિ છેક કેવળજ્ઞાન સુધી આત્માને પહોંચાડીને જ રહેશે !