Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 10
________________ મનને નબળું ન પાડીએ, કેળવી દઈએ પરલોકમાં સાથે, આત્મીય સંબંધ અનાદિકાળના ગલત અભ્યાસ દ્વારા બળવાન બની ગયેલ મનને નબળું બનાવી દઈને, વિષયકષાયના સેવનથી નબળા પડી ગયેલ આત્માને આપણે બળવાન બનાવી શકવાના નથી એ વાત આપણે સુપેરે સમજી રાખવાની છે. તો કરવાનું છે શું? આ જ કે મનને નબળું પાડી દેવાને બદલે મનને કેળવી દેવાની બાબતમાં આપણે આગળ વધતા રહેવાનું છે. કારણ કે મન વિના જેમ સંસાર નથી તેમ મન વિના મોક્ષ પણ નથી. સાધનને નબળું પાડી દઈને સાધ્ય સુધી નહીં પહોંચી શકાય. સાધનને કેળવીને જ આપણે સાધ્યને આંબી શકશું. કયો સંબંધ પરલોકમાં આપણી સાથે આવવાનો ? ગુરુદેવ સાથેનો આપણો શિષ્ય તરીકેનો સંબંધ ? સહવર્તી મુનિ ભગવંતો : સાથેનો આપણે સહવર્તી તરીકેનો સંબંધ? પ્રભુ સાથેનો આપણો ભક્ત તરીકેનો સંબંધ? આ તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે. જેની પણ સાથે આપણો આત્મીય સંબંધ હશે એ સંબંધ જ આપણને પરલોકમાં જવાબ આપવાનો છે. કંડરિક મુનિવરે આત્મીય સંબંધ કેળવ્યો હતો ભોજનનાં અનુકૂળ દ્રવ્યો સાથે ! સાતમી નરકમાં એ સંબંધ એમને લઈ ગયો છે. સાવધાન !

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50