Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 8
________________ આપણે આપણી ખુદની જાતને મદદ તો કરીએ જો આપણા ગુસ્સાને આપણે કાબૂમાં નથી લઈ શકતા તો... ચોવીસેય કલાક પ્રભુ આપણી મદદ કરતા રહે એવી આપણી ઇચ્છા છે ને? પહેલાં એક કામ આપણે કરીએ. આપણે આપણી ખુદની જાતને મદદ કરતા રહીએ. એટલે? એટલે આ જ કે મનમાં ઊઠતી ગલત વૃત્તિઓને પ્રવૃતિનું બળ ન જ આપીએ. મનમાં ઊઠતા ક્રોધને વચનનું બળ ન આપીએ અને મનમાં ઊઠતી ખાવાની લાલસાને જીભનું બળ ન આપીએ, પ્રમાદ પ્રત્યે કૂણી લાગણી ન ધરાવીએ અને સુખશીલવૃાિને અનુકૂળતા , ભોગવવા ન દઈએ. આટલી મદદ આપણે - આપણને કરીએ. જુઓ પછી પ્રભુ આપણને મદદ કરે છે કે નહીં? આમ તો આપણે સાધક સંયમી છીએ, સંખ્યાબંધ દોષોથી અને અતિચારોથી વ્યાપ્ત આપણું જીવન છે. જીવનને અતિચારમુક્ત રાખવા અને મનને દોષમુક્ત કરવા આપણે ખુદે તનતોડ પુરુષાર્થ કરવાનો છે. આ સ્થિતિમાં આપણે અન્યની જવાબદારી લેવાનો કોઈ અર્થ રહેતો નથી. છતાં કોઈપણ કારણસર કોકની જવાબદારી લેવાનો વિકલ્પ આપણી સામે આવીને ઊભો રહી જ જાય તો એક બાબત ખાસ સમજી રાખવી કે આપણા ગુસ્સાને જો આપણે કાબૂમાં લઈ શકતા ન જ હોઈએ તો કોઈની ય જવાબદારી લેવાથી જાતને દૂર જ રાખી દેવી.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50