Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 6
________________ ખરાબ વૃતિ પર નકાર નહીં પણ વિજય સાતત્ય આરાધનાનું, મોહનીય ખતમ તમે ગલત નિમિાને ‘ના’ પાડી શકશો, ગલત પ્રવૃતિને તમે ‘ના' પાડી શકશો પરંતુ તમારા સંયમજીવનને રફેદફે કરી રહેલ ગલત વૃથિી તમે છેડો કેવી રીતે ફાડી શકશો? યાદ રાખજો, ખરાબ વૃનિ નકારવા માત્રથી આપણે સંયમજીવનને જમાવી શકવાના નથી. એના પર તો આપણે વિજય જ મેળવવાનો છે અને એ માટે આપણે એના સ્વરૂપને બરાબર સમજી લેવાનું છે. શું વિષય કે શું કષાય ? શું ઈર્ષ્યા કે શું અભિમાન? એ તમામનું મૂળ સ્વરૂપ વિષ્ટાનું છે. પુણ્યના ઉદયકાળમાં એ સ્વરૂપને જોવા મન તૈયાર ન થતું હોય એ સમજી શકાય છે; પરંતુ વિણ એ વિષ્ટા જ છે. એને નકારવામાં સારપ નથી, એને ઠેકાણે પાડી દેવામાં જ સારપ છે. ‘સતત પડતાં રહેતાં પાણીનાં ટીપાં છેલ્લે તો પથ્થરના ચૂરા કરી જ નાખતા હોય છે' ક્યાંક વાંચવામાં આવેલ આ વાક્ય એટલું જ કહે છે કે તમારી આરાધનાનું પોત જો પાણીનું છે તો વિશ્વાસ રાખજો કે એનું સાતત્ય મોહનીયના કઠોર પણ પથ્થરને તોડીને * જ રહેવાનું છે. પ્રશ્ન એ છે એ તમારા સાતત્યનો છે, તમારા વિશ્વાસનો છે, તમારી ધીરજનો છે. ક્યાં થાપ ખાઈ રહ્યા છીએ આપણે ? એનું વ્યવસ્થિત નિરીક્ષણ કરતા રહીને જે ક્ષેત્રની ત્રુટિ દેખાતી હોય એ ત્રુટિને આપણે દૂર કરી દેવાની જરૂર છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50