________________
મનને સંભળાવતા જાઓ હૃદયનું સાંભળતા જાઓ
સંયમજીવનની પ્રાપ્તિને ચાર ચાંદ લગાવી દેવાના જે બે શ્રેષ્ઠ વિકલ્પો છે એમાંનો પ્રથમ વિકલ્પ છે, મનને સંભળાવતા જાઓ. મન કાયમ સુખનું પક્ષપાતી અને દુઃખનું દુશ્મન જ રહ્યું છે. એની કોઈ પણ સલાહ આખરે તો આત્મા માટે અહિતકારી જ પુરવાર થઈ છે. એટલે એ જે પણ સલાહ આપે એને સંભળાવતા જાઓ. બીજો શ્રેષ્ઠ વિકલ્પ
આ છે. હૃદયનું સાંભળતા જાઓ. સામાન્યતયા હૃદયને હિતમાં અને સમ્યક્માં જ રસ હોય છે. પ્રેમમાં અને સમર્પણમાં જ રસ હોય છે અને એટલે જ એની વાત સાંભળતા રહેવામાં આપણે જરાય કચાશ રાખવા જેવી નથી. કરશું આપણે આજથી જ આ પ્રયોગ શરૂ?
સંયમજીવન સિદ્ધિગતિની નજીક
સ્થાનના હિસાબે સિદ્ધિગતિની નજીકમાં નજીકનું સ્થાન કર્યું ? સર્વાર્થસિદ્ધ વિમાનનું. પણ સબૂર ! સ્થિતિના હિસાબે સિદ્ધિ ગતિની એકદમ નજીકનું જીવન કયું ? સંયમજીવનનું. વિશષાવશ્યક ભાષ્યમાં આ જ વાત લખી છે. ‘સિદ્ધના જીવોના નિરુપમ સુખની તમારે જો અહીં
પ્રતીતિ કરવી છે તો તમે સાધુનો ચહેરો નીરખી લો. તમને સિદ્ધોના નિરુપમ સુખ પર શ્રદ્ધા બેસી જશે.’
એટલો જ જવાબ આપો. આપણા ચહેરા પરની મસ્તી સિદ્ધોના નિરુપમ સુખની ચાડી ખાય એવી ? કે પછી પુણ્યના ઉદયકાળમાં જીવતા મિથ્યાત્વીના સુખની ચાડી ખાય
એવી?
૨૨