Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 13
________________ ગાડીમાં બધું જ હાજર પણ પેટ્રોલ ? જ્ઞાનક્ષેત્રે અધ્યયન નવ પૂર્વ સુધીનું હોય, ચારિત્રક્ષેત્રે ચારિત્રનું પાલન નિરતિચાર હોય અને તપક્ષેત્રે માસખમણને પારણે માસખમણની તપશ્ચર્યા હોય અને છતાં મુક્તિપદ આત્માથી લાખો યોજન દૂર હોય, અનંત ભવો દૂર હોય એ બને ખરું? હા, એ બની શકે છે એમ નહીં, આપણી બાબતમાં કદાચ એ બન્યું જ છે. કારણ? જ્ઞાનચારિત્ર અને તપને ‘સમ્યક્’ નું ગૌરવ મળી શકે એ સમ્યગ્દર્શન આપણે સ્પર્ધા જ નહીં. ગાડીમાં બધું જ બરાબર, પેટ્રોલ ગેરહાજર. ગાડી મંજિલે પહોંચી જ શી રીતે શકે? જ્ઞાન, ચારિત્ર, તપ બધું ય અફલાતુન. સમ્યક્દર્શન જ ગેરહાજર. આત્મા મંજિલે પહોંચી જ શી રીતે શકે ? એક જ કામ કરીએ. સમ્યક્દર્શનને સ્પર્શી લેવાનું. ૨૫ આપણી ભૂલ કાઢવાની છૂટ સામાને ક્યાં સુધી ? આપણી ભૂલ કાઢવાની સામાને છૂટ ક્યાં સુધી ? આપણે છદ્મસ્થ છીએ ત્યાં સુધી! આપણી ભૂલનો બચાવ કરવાની છૂટ આપણને ક્યાં સુધી નહીં ? આપણે છદ્મસ્થ છીએ ત્યાં સુધી ! આપણા જીવનમાં ભૂલો થતી રહેવાની સંભાવના ક્યાં સુધી ? આપણે છદ્મસ્થ છીએ ત્યાં સુધી ! જવાબ આપો. આ વાસ્તવિકતાનો આપણને ખ્યાલ ખરો? આ વાસ્તવિક્તાનો આપણો હૃદયગત સ્વીકાર ખરો ? આ વાસ્તવિકતાના આધારે આપણું જીવન ખરું? જો ભૂલના બચાવ માટેના જ આપણા પ્રયાસો ચાલુ છે તો નિશ્ચિત સમજી રાખવું કે ભૂલમુક્ત બની જવાનું આપણા માટે અશક્ય જ બની રહેવાનું છે. ૨

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50