Book Title: Mare Mitra Banvu che Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 4
________________ બુદ્ધિ શિક્ષિત-અંતઃકરણ દીક્ષિત આપણે જ્યારે બુદ્ધિને શિક્ષિત કરીએ છીએ ત્યારે એ આપણને વિદ્વાન બનાવે છે પરંતુ અંતઃકરણને આપણે જ્યારે દીક્ષિત કરીએ છીએ ત્યારે એ આપણને કદાચ વિદ્વાન નથી પણ બનાવતું તો ય મહાનતાના જે પણ ગુણો છે-નમ્રતા-સરળતાકોમળતા-પવિત્રતા-ઉદારતા-કૃતજ્ઞતા વગેરે તમામ ગુણોનું સ્વામિત્વ તો એ આપણને અર્પીને જ રહે છે. તંગ દોરડા પર ચાલવા જેવી સાવધગીરી રાખવાની છે આપણે સંયમજીવનમાં. સતત સ્વાધ્યાય પાછળ પાગલ બનતા રહેવાનું આ જીવનમાં અને છતાં અંતઃકરણ પર બુદ્ધિ ભારે ન બની જાય એની પૂર્ણ સાવધગીરી રાખતા રહેવાનું આપણે. સ્વાધ્યાય બુદ્ધિને ધારદાર ભલે બનાવે પણ અંતઃકરણની નિર્દોષતાનું બલિદાન ન લેવાઈ જાય એની તકેદારી તો રાખવાની જ. પ્રસન્નતા અનુકૂળતા આધારિત ? કે ગુણ આધારિત ? સંસારી માણસોની પ્રસન્નતાનો એક જ આધાર હોય છે, અનુકૂળતા. જ્યાં સુધી પરિસ્થિતિ, વસ્તુ અને વ્યક્તિ અનુકૂળ ત્યાં સુધી પ્રસન્નતા અકબંધ અને જ્યાં એમાંનું કાંઈ પણ પ્રતિકૂળ પડ્યું ત્યાં પ્રસન્નતા ગાયબ. પણ સબૂર ! આપણી પ્રસન્નતા પણ જો અનુકૂળતા કેન્દ્રિત જ હોય અને એને જ આપણે જો સંયમજીવનનું ફળ માની બેઠા હોઈએ તો સમજી રાખવું કે આપણે વેશથી જ સંયમી છીએ, વૃત્તિથી તો આપણે સંસારી જ છીએ. એક કામ કરીએ. આપણી પ્રસન્નતાને આપણે ગુણ આધારિત બનાવી દઈએ. આપણું સંયમજીવન સાર્થક બની જશે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50