Book Title: Mare Mitra Banvu che Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 2
________________ ક્ષણોની જિંદગી આપણે લંબાવીએ પરિવર્તન : પ્રકૃતિમાં ? કે પછી સ્વભાવમાં ? ઇતિહાસના ચોપડે એ લખાય છે કે એક જિંદગીમાં આપણે કેટલી ક્ષણો જીવીએ છીએ ? પરંતુ કર્મસાના ચોપડે એ લખાય છે કે એક ક્ષણમાં આપણે કેટલી જિંદગી જીવીએ છીએ? આનો અર્થ ? આ જ કે આયુષ્ય કર્મ એ આપણી જિંદગીની ક્ષણો છે જ્યારે સ્વાધ્યાય, તપ, વૈયાવચ્ચ, જાપધ્યાન, ભક્તિ વગેરે આરાધનાઓ એ આપણી ક્ષણોની જિંદગીછે. આપણે તો મુનિ છીએ ને? જિંદગીની ક્ષણો લંબાવવામાં આપણને રસ ન હોય પણ ક્ષણોની જિંદગી લંબાવવામાં આપણે અસંતુષ્ટ હોઈએ એ જ આપણા મુનિજીવનની એક વાત આપણે સતત આંખ સામે રાખવાની છે કે આપણે માત્ર આપણો સ્વભાવ જ નથી બદલવાનો, આપણી પ્રકૃતિ બદલી નાખવાની છે. સમય પ્રમાણે, સ્થળ પ્રમાણે અને સંયોગ પ્રમાણે આપણે આપણાં વર્તનમાં ફેરફાર કરતા રહીએ એનું નામ છે સ્વભાવની બદલાઇટ અને સમ્યક્ સમજના સહારે આપણે આપણી વૃીિ જ બદલાવી દઈએ એનું નામ છે, પ્રકૃતિની બદલાહટે. યાદ રાખજો . સ્વભાવમાં પરિવર્તન તો સંસારી માણસ પણ કરતો રહે છે. પણ આપણે તો મુનિ છીએ. સ્વભાવની બદલાહટથી જ સંતુષ્ટ થઈ જઈએ એ શું ચાલે? પ્રકૃતિ બદલી નાખીએ તો જ આપણે મુનિ! સાર્થકતા.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 50