Book Title: Mare Mitra Banvu che Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 3
________________ મોહ ઘટશે...પરિતાપ વધશે... બુદ્ધિનું રોકાણ પ્રભુનાં વચનોમાં... ગાંડાની હૉસ્પિટલમાં સૌથી વધુ દુઃખી કોઈ એક વ્યક્તિ હોય તો એ છે એ હૉસ્પિટલના ડૉક્ટર, કારણ કે બધાય ગાંડાઓ વચ્ચે એ એક જ ડાહ્યા હોય છે. જેમ જેમ આત્મા પરથી મોહનીયનું જોર ઘટતું જશે તેમ તેમ આપણો માનસિક પરિતાપ વધતો જ જવાનો છે એ સત્ય આપણે સતત આંખ સામે રાખવાનું છે. છતાં એટલું કહીશ કે આ વધતા પરિતાપને આવકારીને ય આપણે કી મોહનીયના જોરને ઘટાડતા રહેવા જેવું છે. ગાંડપણના સુખ કરતાં ડહાપણના દુઃખ પર પસંદગી ઉતારવામાં આપણે ગુલાબના છોડ પર કરેલ પાણીનું રોકાણ માળીને વળતર જરૂર આપે છે પરંતુ મામૂલી જ. આંબાના વૃક્ષ પર કરેલ પાણીના રોકાણનો પણ માળીને લાભ જરૂર મળે છે પરંતુ મામૂલી જ પણ બગીચાની નીકમાં માળી જ્યારે પાણીનું રોકાણ કરે છે ત્યારે તો એને શ્રેષ્ઠતમ વળતર મળે છે. - સંયમજીવન હાથમાં છે ને ? શક્તિઓનું શ્રેષ્ઠતમ વળતર મેળવવું હોય તો એનું રોકાણ પ્રભુવચનોને સમજવામાં જ કરતા રહેજો. નીકમાં જતું પાણી જેમ સંપૂર્ણ બગીચાને લીલોછમ રાખી દે છે તેમ પ્રભુવચનોમાં થતું બુદ્ધિનું રોકાણ સંપૂર્ણ સંયમજીવનને ઉલ્લાસસભર-પ્રસન્નતાસભરપવિત્રતાસભર રાખી દે છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 50