Book Title: Mare Mitra Banvu che Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 7
________________ આત્માને “જાણશું” પછી, પહેલાં “સુધારી’ લઈએ મન : લડો નહીં, ઉપેક્ષા કરો જેમ જેમ સંયમજીવનનો પર્યાય વધતો જશે તેમ તેમ આત્માને ‘જાણવા'ની જિજ્ઞાસા અંતરમાં જોર કરતી જશે. પણ એક વાત કહું? આત્માને ‘જાણવા’ની વાતમાં આપણે આગળ પછી વધશું. પહેલાં આત્માને “સુધારી’ લેવાની વાતને આપણે પ્રાધાન્ય આપતા રહીએ. ક્ષયોપશમભાવના ગુણોના કોઈ ઠેકાણાં ન હોય અને ક્ષાયિકભાવના ગુણોના આપણે અભરખા કરવા લાગીએ એ જો પાગલતા જ ગણાય તો અનાદિકાલીન પુષ્ટ થયેલા અને આપણે પોતે જ પુષ્ટ કરેલા ઈર્ષ્યા, અહંકાર, લાલસાદિ દોષોમાં આંશિક પણ કડાકો બોલાવવાનો ન હોય અને આત્માને જાણી લેવાના અભરખા કરવા એય પાગલતા જ છે. પાણીમાં રહેલ કચરાને તમે દુશમન માનીને એને તમે હરાવવા માગો છો એમ ને? એક કામ કરો. એની સામે લડવું જ નથી એવો તમે સંકલ્પ કરી લો. એ કચરો ! આપોઆપ નીચે બેસી જશે અને વગર યુદ્ધ તમને દુશ્મન પર વિજય પ્રાપ્ત થઈ - જશે. મન ! અનાદિનું ગલત સંસ્કારોથી વાસિત છે એ ! એને આપણે હરાવી દેવા માગીએ છીએ એમ ને ? એક કામ કરીએ. એની સામે લડીએ નહીં પણ એની ઉપેક્ષા કરતા રહીએ. ઉપેક્ષિત થતું એ મન પોતાની મેળે જ નિર્માલ્ય અને નિઃસવ થતું રહેશે અને એક મંગળ પળે એના પર આપણો કાયમી વિજય પ્રસ્થાપિત થઈPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50