________________ કુમારપાળ રાજાને રાસ મોટા અક્ષરને રૂ. 1-0-0 ( 5 ) અને વાંસમાંથી મુક્તામણિ જેમ સારભૂત હોઈ ગ્રહણ કરવા લાયક છે તેમ મનુષ્ય જન્મમાંથી સારભુત ધર્મજ ગ્રહણ કરવા એગ્ય છે. - દુર્ગતિમાં પડતાં પ્રાંણિઓને ધારણ કરી રાખનાર હોય, અટકાવનાર હોય અને સદ્ગતિમાં લઈ જનાર હોય, અર્થાત જન્મ, મરણના કિલg દુઃખથી મુકત કરનાર હોય તે જ ધર્મ કહેવાય છે. જ્ઞાન, દર્શન, અને ચારિત્ર; આ ત્રણમાં પૂર્વોક્ત સામર્થ્ય હોવાથી તે જ ધર્મ છે. જીવાજીવાદિ તો અવાઘ જેનાથી થાય છે તેને મહાપુરૂષે સમ્યગજ્ઞાન કહે છે, આત્મા અને તેનાથી વ્યતિરિક્ત અજીવ; આ બે વસ્તુ જગતમાં છે. તેમાં દુનિયાનાં સર્વ દશ્ય અને અદશ્ય પદાર્થોનો સમાવેશ થાય છે જડ પદાર્થની સાથે આત્માની જે આસક્તિ છે તેનાથી જ આ સર્વ પંપંચને દેખાવ છે. આત્મા અને પુગલની (જડ પદાર્થની ) મિત્રતા તેજ આ સર્વ દેહ ધારણ કરવાનું કારણ છે. ઈષ્ટનિષ્ટ જડ પદાર્થોની પ્રાપ્તિથી થતો હર્ષશેક તેજ આ મિશતાનું કારણ છે, જડ પદાર્થો માટે ઉત્પન્ન થતા રાગદ્વેષથી કર્મનું આગમન થાય છે, આ કર્મો અનેકરૂપે વહેચાઈ જઈ, આત્માના શુદ્ધ ગુણોને આવરે (દબાવે) છે. તે કમી આવરણોની મદદથી આ આત્મા ચાર ગતિમાં પરિશ્વમણ કરતા નાના પ્રકારની યાતનાઓ (પીડાએ) અનુભવે છે. દુનિયાની અનેક પ્રકારની યાતનાઓની શાન્તિનુ મુખ્ય કારણ કન છે જ્ઞાનથી સત્યાસત્યન, હિતાહિતને, સ્વરૂપને કે નિત્યાનિત્યને બોધ થાય છે. વસ્તુપે બોધ થતાં, સત્ય અને હિતકારી વસ્તુ તરફ પ્રીતિ થાય છે, તે જ સુખદાઇ છે એમ શ્રદ્ધાન થાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust