________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૩
મા-બાપ છોકરાંનો વ્યવહાર
અમને ભેગા થાય છેને છોકરાઓ, એમની લાઈફ બગડી ગયેલી હોય, એટલે છોકરા અને સુધારી આપીએ છીએ !
પ્રશ્નકર્તા : અમારા છોકરાંઓ ચર્ચમાં જવા માટે જીદ કરતા હોય છે, તો શું કરવું એમને જવા દેવા કે નહીં ?
દાદાશ્રી : છોને જાય એમાં વાંધો શું છે ! પ્રશ્નકર્તા : પછી આપણો ધર્મ ના પાળે તેનું શું ?
દાદાશ્રી : આપણો ધર્મ જ ક્યાં છે તે ! એના કરતાં જે ચર્ચમાં જતા હોય તો જવા દો ને ! આપણો ધર્મ તો અંદર છે, તે કો'ક સારો માણસ ભેગો થશે, તે ઘડીએ ઊગી નીકળશે. પણ ચર્ચમાં જશે તો ચોરીઓ તો ના કરે ને, ચર્ચમાં જઈને ! છોને જાય ! બોધરેશન ના રાખીશ. મીટ ખાતો નથી ને ?
પ્રશ્નકર્તા : ખાય છે.
દાદાશ્રી : ત્યાર પછી મીટ ખાતો થયો, તો ત્યાં ચર્ચમાં જ જાય ને ! તું ખઉં છું કે નહીં ?
પ્રશ્નકર્તા : હું પણ ખઉં છું.
દાદાશ્રી : ત્યાર પછી એ તો શું રહ્યું ? તો તું એના કરતાં ચર્ચમાં જતી હોઉં તો શું ખોટું છે ! જેને મર્યાદા જ નથી કોઈ જાતની, લિમિટ જ નથી.
પ્રશ્નકર્તા : આપણા બાળકો ઘણી વખત આપણા ધર્મની બાબતમાં પૂછે તો એ બાળકોને સારી સમજ કેવી રીતે આપવી ?
દાદાશ્રી : બાપા જાણતા હોય તો વાત કરે. બાપ કશું જાણતો ન હોય તો ધર્મ વિશે વાત કરે જ નહીં ને ! એમને પછી બીજી બાબતનું અવળું શીખી જાય એની નાની ઉંમરમાં. આપણે જો સારી સમજ પાડીએ નહીં તો અવળું તો ભર્યા જ કરે. વેપાર તો કંઈ કરે જ ને ! આ વેપાર ના કરે તો પેલો કરે.
પ્રશ્નકર્તા : પણ એમને ધાર્મિક શું સમજાવવું ? દાદાશ્રી : જ્ઞાન વગર શું સમજાવો છે ?
પ્રશ્નકર્તા : અહીંયા બાળકોને ધર્મ સમજાવવા માટે એક તો લેંગ્વજનો પણ ભાગ છે અને બીજું ધર્મની સમજ મા-બાપને પણ ઘણી
ઓછી છે, તો આવા સંજોગોમાં બાળકોને ધર્મનું માર્ગદર્શન કેવી રીતે આપવું ? તો એનો ઉકેલ બાળકો સાથે કઈ રીતે લાવવો ?
દાદાશ્રી : કેમ કરીને આવે, આ બાળકનો ઉકેલ જ ના આવે ને ! એક તો પોતે સંસ્કારી થવું જોઈએ, બાળકોની જોડે ફ્રેન્ડશીપ કરવી જોઈએ. આ બે બાળક હોય, એમની જોડે ફ્રેન્ડશીપ કરવામાં શું નુકસાન છે ? એને આપણા વગર ગમે નહીં એવું કરવું જોઈએ અને માંસાહાર ઉપર ચઢે નહીં. માંસાહારથી પછી માણસના મન ઉપર આવરણ ફરી વળશે ને તે પછી સારાસારનો વિચાર રહેતો નથી. આ હિતકારી કે અહિતકારીનું બિચારાને ભાન રહેતું નથી. આવરણ ફરી વળે. માંસાહારનું મોટું ગાઢ આવરણ છે. એટલે બ્રાન્ડી, માંસાહાર ઉપર ન ચઢે. એ જોવું જોઈએ અને તે બદલ આપણે પણ ચેતતા રહેવું જોઈએ. આપણે પણ એને અડાય નહીં. હવે આપણે લઈએ ને છોકરાને ના પાડીએ એ ખોટું છે. એટલે બધું પોતે સંયમમાં હોય તો પછી આગળ વધાય. સંયમ સિવાય ચાલે નહીં. હું બીડી પીતો હોઉને લોકોને કહું કે ના પીવી જોઈએ, એ ચાલે નહીં. આ વર્લ્ડમાં કોઈ ચીજ હું લેતો ના હોઉં, મને કોઈ પણ એ ના હોય. વિષયનો વિચાર થતો ના હોય અમને, લક્ષ્મીનો વિચાર અમને ના હોય. લક્ષ્મી અડીએ નહીં, અબજો રૂપિયા આપો તો
મારે કામનાં નહીં. ત્યારે અમારા એક એક શબ્દથી બધી આખી મિલ આમ ધરી દેનારા હોય પણ અમારે જરૂર જ નહીં ને !
બાકી તમારે બંને જણાએ, તમારા વાઈફ અને તમારે બન્નેએ સંયમમાં આવી જવું જોઈએ. કંઈક ભોગ ના આપવો જોઈએ છોકરાઓ માટે !!
પ્રશ્નકર્તા : અહીંયા જે ભાષાના પ્રશ્ન છે, બાળકો નાનપણથી પેલું અંગ્રેજીમાં શીખે. એટલે આ આપણો આ ધર્મ છે તે લોકોને શીખવા માટેનું આપણું ભાષાનું માધ્યમ એમની પાસે રહેતું નથી. તો એ પ્રશ્ન કેવી રીતના સોલ્વ કરવો ?
દાદાશ્રી : એમને ગુજરાતી શીખવાડી દો. લોકો ફોરેનવાળા બધા