________________
૬૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ્રશ્નકર્તા : પણ ભણતર, છોકરાની જવાબદારીઓ પૂરી કરવી, એ પણ બધી જીવન જરૂરિયાત છે ને ?
દાદાશ્રી : એ પણ જવાબદારી કોણ પૂરી કરે ? જે ભગવાન મહાવીરના જ્ઞાનને સમજે એ પૂરી કરે. ભગવાન મહાવીરના જ્ઞાનને સમજતા નથી ને છોકરાની જવાબદારી શું પૂરી કરવાના ? ઉલ્ટાં છોકરાને માથે પડ્યા છો. બાપ થતાં આવડતું નથી અને છોકરાના બાપ થઈ બેઠા છો ! ફાધર તો ક્યારે થઈ શકે ભગવાન મહાવીરનું વિજ્ઞાન સમજે ત્યારે ફાધર થઈ શકે, ફાધર થવું એ તો કેટલા ગુણો હોય અને કેટલી જવાબદારી છે. આ તો ફાધર થઈ બેઠા અને છોકરાની જોડે કચ, કચ, કચ. આખો દહાડો કકળાટ, કકળાટ કકળાટ, અલ્યા મૂઆ, આ તે કંઈ માણસ છો ? એટલે મારે પુસ્તકમાં લખવું પડ્યું કે અનૂકવૉલિફાઈડ ફાધર્સ એન્ડ ઇન્કવૉલિફાઈડ મધર્સ, ધર મસ્ટ બી કવૉલિફિકેશનલ્સ. એમ ગમે તેમ ફાધર-મધર થઈ ગયા એ ચાલી શકે ?
પ્રશ્નકર્તા: તો ક્વૉલિફિકેશન જોઈએ ?
દાદાશ્રી : ક્વૉલિફિકેશન તો, આપણામાં નબળાઈ ઉત્પન્ન ન થવી જોઈએ. અને નબળાઈ થાય તો આપણને પોતાને જ થાય. બીજા કોઈને, છોકરાઓને ય હરકત ન થવી જોઈએ એવી રીતે જીવવાનું. છોકરાને કેવી રીતે એની નર્સરી કરવી જોઈએ, એ બધું ભાન હોવું જોઈએ. એમ ને એમ મા-બાપ થઈ ગયા ! એના કરતાં તો કૂતરા-કૂતરીઓના માબાપ સારા હોય છે કે વઢવઢા નહીં કોઈ દહાડો ય. ના ફાવે તો છૂટા. આ તો બાપ જાણે કે આખી દુનિયાનો હું જ્ઞાની છું ને એવી રીતે છોકરાને વઢે છે. મારું સાચું ને તને તો સમજણ નથી, કહે છે. આ અક્કલનો કોથળો, બાપ આવ્યો તે !
પ્રશ્નકર્તા : દરેક ફાધર, એવી રીતના વર્તન કરતો હોય એવું માની લેવાનું કંઈ કારણ નથી.
દાદાશ્રી : એવું માની લેવામાં કારણ નથી. પણ માની લો, હું એના ઘરમાં આવું, ચાર દહાડા રહું. તો બધું ખબર પાડી દઉં. આ તો બધું ઠીક છે, આ પોલંપોલ ચાલ્યા કરે છે. સહુસહુના કાર્યના ઉદયે બધું ચાલ્યા કરે છે. એટલે એમ જાણે છે કે મારે લીધે આ છોકરું મોટું થયું છે ! જીવન
તો એવું હોવું જોઈએ કે પોતાની નબળાઈ ના દેખાવી જોઈએ. ક્રોધમાન-માયા-લોભ રૂપી નબળાઈઓ ન દેખાવી જોઈએ.
‘અનુસર્ટિફાઈડ મધર’ને પેટે છોકરાં જન્મ્યાં છે, તેમાં એ શું કરે ? વીસ-પચીસ વર્ષનો થાય એટલે બાપ થઈ જાય. હજી એનો જ બાપ એના માટે બૂમો પાડતો હોય ! આ તો રામ આશરે ‘ફાધર' થઈ જાય છે. આમાં છોકરાનો શો વાંક છે ? આ તો ‘અનુક્વૉલિફાઈડ ફાધર અને અન્ક્વૉલિફાઈડ મધર.’ ક્વૉલિફિકેશન જોઈએ કંઈ. અહીં ક્વૉલિફાઈડ બધું થઈને પછી છોકરાં થાય છે લોકોને ?! ફાધરની કોલેજમાં ગયા પછી, આ પાસ થયા પછી થાય છે?! કોલેજમાં પાસ નહીં થયેલા આ લોકો ? ખરી રીતે પહેલાં ટેસ્ટિંગ કરાવીને, ‘સર્ટિફિકેટ’ મેળવીને પછી જ પરણવાની છૂટ હોવી જોઈએ. પરીક્ષામાં પાસ થયા વગર, ‘સર્ટિફિકેટ વગર ‘ગવર્નમેન્ટ'માં ય નોકરીએ લેતા નથી, તો આમાં ‘સર્ટિફિકેટ વગર પૈણાવાય શી રીતે ? પરીક્ષા આપીને પાસ થવું જોઈએ. પરીક્ષા ના આપવી જોઈએ ? કારકુનમાં ય પરીક્ષા લીધા વગર, પાસ થયા વગર નથી પેસવા દેતા. તે બાપ થવા દેવાય એને? જેનાં છોકરાં વડાપ્રધાન થવાના, એને વગર સર્ટિફિકેટે બાપ થવા દેવાય ? આવું હોવું જોઈએ ? કારકુને ય ભણેલા ખોળે, નહીં ?' સર્ટિફિકેટ જોઈએ ને ? આમાં સર્ટિફિકેટ નહીં ? નો સર્ટિફિકેટ ? અને જેની વડાપ્રધાન કરતાં વધારે રિસ્પોન્સિબિલિટી છોકરાંને કેળવવાની છે એમાં સર્ટિફિકેટ નહીં !!
લાયકતા છોકરાં પૂરાં સંસ્કારી; પૂજય દ્રષ્ટિ રાખી મા-બાપ પર વારી!
પ્રશ્નકર્તા : છોકરાઓને આપણા માટેની દ્રષ્ટિ અવળી પડી ગઈ હોય, રાગ-દ્વેષવાળી પડી ગઈ હોય, આપણા માટે અભાવ હોય છોકરાઓને તો આપણે ત્યાં શું કરવું?
દાદાશ્રી : એવું છે ને છોકરાઓને અભાવ નથી. આ તો બાપ છે તે બાપ થવા જાય છે. બાપ ‘બાપ’ થવા જાય છે. મા ‘મા’ થવા જાય છે. આ છોકરો જાણે છે કે બાપામાં ફીટનેસ છે નહીં ને મારો બાપ થઈ