Book Title: Maa Baap Chhokarano Vyavhar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 300
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર પાડવાની જ તૈયારીઓ કરી રાખી હતી. પેલો ઝઘડો કરે તે પહેલાં જ ફોડે ! જેમ આ અમેરિકાની સામે રશિયાએ બધી તૈયારી રાખી મેલી છે ને, એવી એણે તૈયારી રાખેલી કે એ પેલું આમ સળગાવે તો આપણે આમ સળગાવવાનું. એટલે જતાં પહેલાં જ હુલ્લડને ! એ આમ તીર છોડે. ત્યારે આપણે આ બાજુ છોડવાનું રડાર. એ આમનું છોડે ત્યારે આપણે આ બાજુ છોડવાનું. મેં કહ્યું, આ તો કોલ્ડ વૉર તેં ઊભી કરી. ક્યારે શમે એ ? કોલ્ડ વૉર બંધ થાય ખરી ? આ જુઓને થતી નથીને મોટા સામ્રાજ્યવાળાને રશિયા-અમેરિકાને ?! ૫૪૪ આ છોકરીઓ બધું એવું કરે, એ ગોઠવી રાખે બધું. આ છોકરાઓ તો બિચારા ભોળા ! છોકરાઓ એ ગોઠવે કરે નહીં અને તે ઘડીએ છે તે અવસ્થાનો માર ખાઈ જાય, ભોળા ખરાંને ! આ તમે જે કહો છો ને પ્રપંચ સામે તૈયારી શું કરી રાખવાની ? પણ પેલી બાઈએ તો તૈયારી બધી કરી રાખેલી, બૉમ્બાર્કીંગ બધું જ. એ આમ બોલે તો એટેક, આમ બોલે તો એટેક. બધી જ તૈયારી રાખી મેલી છે, કહે છે ! પછી વચ્ચે એને મેં કહ્યું, ‘આ કોણે શીખવાડ્યું છે તને ? કાઢી મેલશે ને ડાયવોર્સ લઈ લેશે અને પેલો આપી દેશે તલ્લાક !’ તલ્લાક આપી દે કે ના દે ? મેં કહી દીધું કે આ રીતથી તો છ મહિનામાં તલ્લાક મળશે. તારે તલ્લાક લેવા છે ? આ રીત ખોટી છે. પછી મેં એને કહ્યું, તલ્લાક તને ના આપે, એટલા માટે તને શીખવાડું. ત્યારે કહે છે, ‘દાદાજી એ ના કરું તો શું કરું ? નહીં તો એ તો દબાવી દે.’ મેં કહ્યું, ‘એ શું દબાવવાનો હતો ? લૉયર ભમરડો એ તને શું દબાવવાનો હતો ?!' પછી મેં કહ્યું, “બેન મારું કહેલું માનીશ ? તારે સુખી થવું છે કે દુ:ખી થવું છે ? બાકી જે બઈઓ બધી તૈયારી કરીને તો એના ધણી પાસે ગયેલી, પણ છેવટે દુ:ખી થયેલી. હું મારા કહ્યાથી જાને, બિલકુલે ય કશી તૈયારી કર્યા વગર જા.' પછી એને સમજાવ્યું. ઘરમાં રોજ કકળાટ થાય ત્યારે વકીલ કહેશે, ‘મૂઈ બળી એના મા-બાપ છોકરાંનો વ્યવહાર કરતા બીજી લાવું.’ એમાં પાછા ટીટ ફોર ટેટ (જેવા સાથે તેવા) છે આ ? પ્રેમના સોદા કરવાના છે ત્યાં આવું ? સોદા શાના કરવાના છે ? પ્રશ્નકર્તા : પ્રેમના. ૫૪૫ દાદાશ્રી : પ્રેમના. ભલે આસક્તિમાં હોય પણ કંઈક પ્રેમ જેવું છે ને કંઈક. એની ઉપર દ્વેષ તો નથી આવતો ને ! મેં કહ્યું, આવું ના કરાય. તું તો એમ ભણેલી એટલે આવી તૈયારીઓ કરી રાખું છું ? આ વૉર છે ? હિન્દુસ્તાન ને પાકિસ્તાનની વૉર છે આ કંઈ ? અને જગતમાં એ જ કરી રહ્યા છે બધા. આ છોડીઓ-બોડીઓ, છોકરાઓ બધાં એ જ, પછી એ બન્નેનું જીવન બગડે. પછી એને સમજણ પાડી બધી. ધણી જોડે આવી રીતે વર્તન કરવું જોઈએ. આવી રીતે એટલે એ વાંકાં થાય તો તું સીધી ચાલજે. એનું સમાધાન કરવું જોઈએ, ઉકેલ લાવવો જોઈએ. એની બાઝવાની તૈયારીમાં આપણે એકતા રાખવી જોઈએ. એ જુદું પાડે તો ય આપણે એકતા રાખવી જોઈએ. એ જુદું પાડ પાડ કરે તો ય કહેવું આપણે એક છીએ. કારણ કે આ બધી રીલેટીવ સગાઈઓ છે, એ ફાડી નાખે તો આપણે ફાડી નાખીએ તો છૂટી જાય કાલે સવારે. એટલે તલ્લાક આપી દેશે. ત્યારે કહે, ‘મારે શું કરવાનું ?” મેં એને સમજણ પાડી, એનો મૂડ જોઈને ચાલવાનું, કહ્યું. એનો મૂડ જોજે અને અત્યારે મૂડમાં ના હોય, તો આપણે અંદર ‘અલ્લાહ’નું નામ લીધા કરવું અને મૂડ ફરે, એટલે આપણે એની જોડે વાતચીત ચાલુ કરવી. એ મૂડમાં ના હોય અને તું સળી કરું, એટલે ભડકો થશે કંઈ. એને નિર્દોષ તારે જોવા. એ તને અવળું બોલે તો ય તારે શાંતિ રાખવી, પ્રેમ સાચો હોવો જોઈએ. આસક્તિમાં તો છ-બાર મહિનામાં પછી પાછું તૂટી જ જવાનું. પ્રેમ સહનશીલતાવાળો હોવો જોઈએ, એડજસ્ટેબલ હોવો જોઈએ. તે મશરૂરને મેં તો ભણાવી દીધી, એવી ભણાવી દીધી. મેં કહ્યું, કશું ય નહીં, એ આમનું તીર ઠોકે તો આપણે સ્થિરતા પકડીને ‘દાદા, દાદા’ કર્યા કરજે. ફરી આમનું ઠોકે તો સ્થિરતા પકડીને ‘દાદા, દાદા’ કરજે. તું ના એકું ય ફેંકીશ, કહ્યું ! મેં વળી વિધિ કરી આપી.

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315