Book Title: Maa Baap Chhokarano Vyavhar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 298
________________ ૫૪૦ મા-બાપ છોકરાંનો વ્યવહાર મા-બાપ છોકરાંનો વ્યવહાર ૫૪૧ પ્રશ્નકર્તા : મનમાં એવું હતું કે નથી જ કરવું એમ. દાદાશ્રી : શું કારણથી નથી કરવું ? પ્રશ્નકર્તા : કંઈ જ કારણ નથી. દાદાશ્રી : તને એવું લાગતું'તું, આ છોકરાઓ બધા તડબૂચ જેવા છે. એવું લાગતું'તું? ના, એક છોડીને એવું લાગતું'તું. છોડી મને મળીને તે કહે છે, આમાં ભલીવાર નથી લાગતો. તે પોસાય જ નહીંને, કહે છે. આવા દગાખોર ભઈબંધો, ભાગીદાર બધા. આપણે રોફથી ધર્મધ્યાન કરતા હોય તો તે દગાખોર એની ફ્રેન્ડને તેડીને આવે, લે ! એટલે પછી મહીં શું બળતરા ઊભી થાય. માટે નક્કી કરી નાખ ઝટપટ, અમે આવતી સાલ આવીએ તે ઘડીએ તમે બેઉ સાથે મારી જોડે આવજો. જેવો મળે એવો ચલાવી લેવાનો હવે. નક્કી કરી નાખ. એ ધારે, નક્કી કરે ત્યારે પૈણી જાય. રાહ જોઈશું તો મજા નહીં આવે ! નહીં તો નક્કી કર કે હવે નથી પૈણવું, એવું નક્કી કરી નાખ. બાકી આ તો દગા-ફટકા છે. તમને બધાંને ના દેખાય. મને તો દેખાય બધું. નર્યા દગા-ફટકા બધા છે અને દગો હોય, ત્યાં સુખ ના હોય કોઈ દહાડો ય ! સિન્સીયર રહેવું જોઈએ. આપણી પૈયા પહેલાં ભૂલો થઈ હોય. એ બેઉ જણની એક્સેપ્ટ કરી દેવડાવીએ અમે અને પછી એમને એગ્રીમેન્ટ કરી આપીએ એ ફરી સિન્સીયર. જોવાનું નહીં બીજી જગ્યાએ. ગમે કે ના ગમે પણ પછી સિન્સીયર રહેવાનું. આપણી મધર ના ગમતી હોય. તો પણ એને સિન્સીયર રહીએ છીએ ને ! એનો સ્વભાવ ખરાબ હોય મધરનો, તો ય સિન્સીયર રહીએ છીએને ! પરણતાં પહેલાં, પછી જા દાદાને; સુખી થશે, જો પસંદગી સાદાતે! સારાતે ના કહી, મારી તરછોડ; ભોગવ ફળ, મરે પૈણવાના કોડ! પહેલાં કંઈ સારું આવ્યું હોય ને ઉડાડી મેલ્યું એવું બન્યું નથી ? પ્રશ્નકર્તા : એવું બન્યું છે. દાદાશ્રી : તેનું આ ફળ છે. તને સમજ પડીને ? પ્રશ્નકર્તા : મેં બહુ ના પાડી છે, એટલે મને હવે પસ્તાવો થાય છે. દાદાશ્રી : એક-બે કેસમાં આવું એને તરછોડ વાગેલીને, તેનું આ બધું ફળ આવેલું છે. હવે એ તો ફળ તો ભોગવ્યે જ છૂટકો છે ને ?! તે દા'ડે શા માટે એવું કરતી'તી ? કે મનમાં એવી ખુમારી રહેતી'તી ? ના, એમ નહીં, ખુલ્લું કરને, એમાં વાંધો શો છે ? એવું આપણે મુશ્કેલી આવે તો મારી પાસે આવવું. ને કહી જવું કે આ મુશ્કેલી આવી છે. પ્રશ્નકર્તા: હું તમને આવીને મારું દુ:ખ કહું તો તમને ચિંતા થાય ને કે મારી છોડીને આવું દુ:ખ પડ્યું ! દાદાશ્રી : મને ચિંતા થતી હશે ? અમને ચિંતા–બિંતા ના થાય. હા એને ડાહ્યોડમરો કરી આપીએ. પ્રશ્નકર્તા: પછી તમે પપ્પાને કહો એટલે પછી પપ્પાને ચિંતા થાય. દાદાશ્રી : ના. હું પપ્પાને કહું જ નહીંને, હું તો આ પ્રાઈવેટ રાખું. પ્રશ્નકર્તા ઃ તો હું તમને બધી વાત કરીશ. દાદાશ્રી : તું મને પ્રાઈવેટ કહે. મને જે કોઈ પણ માણસ પ્રાઈવેટ કહી જાય, એ હું કોઈને ય નથી કહેતો. કશું જ કોઈ જાણે નહીં. નહીં તો એ માણસ તો આપઘાત કરે. પોતાની આબરૂ ગઈ તે બદલ. એટલે એવું કહેવાય નહીં કોઈને ય. અમે બધું આખી દુનિયાનું ખાનગી ભરી રાખ્યું છે, મહીં બધાં ય સીલ્લક ! આમ જોઉં એટલે ખબર પડી જાય કે આ પેલો આવ્યો હતો. એટલે અમે પપ્પાને કોઈને કહીએ નહીં. મમ્મીને ય ના કહીએ

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315