Book Title: Maa Baap Chhokarano Vyavhar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 299
________________ ૫૪૨ મા-બાપ છોકરાંનો વ્યવહાર ને પપ્પાને ય ના કહીએ. ઊલટું એમ કહીએ કે આનો ધણી, છોકરો બહુ સારો છે. ઘડભાંજ-ભાંજઘડ એ અમારું કામ જ નહીં. તને એમ લાગ્યું આ ‘દાદા’ ભાંજઘડીયા છે, એમ ? છોડી ગોઠવે બૃહ પૈણતાં પહેલાં; તૂટે ચાસ્ત્રિબળ, ને તલ્લાક મળેલાં પ્રશ્નકર્તા : સંસાર વ્યવહારમાં પૂર્વના કર્મોદયે જે થયાં હોય તે મુજબનું ચાલતું હોય બધું એમાં કોઈ પ્રપંચ માલમ પડ્યો કે આપણી સામે આ પ્રપંચ થઈ રહ્યો છે તો એની સામે કઈ ભૂમિકાથી ઊભા રહેવાય ? “સમભાવે નિકાલ' કરવા માટે ? દાદાશ્રી : વાંકો ધણી મળ્યો છે તો એને કેમ કરીને જીતવો ? કારણ પ્રારબ્ધ લખેલો તે છોડે નહીં ને ! ને આપણું ધાર્યું થાય નહીં એવું આ જગત. તો મને કહી દે છે કે, ‘દાદા ધણી આવો મળ્યો છે.’ તો તને તરત જ હું બધું રીપેર કરી આપીશ અને તને ચાવી આપી દઈશ. ઔરંગાબાદમાં એક મુસલમાનની છોકરી આવી, મેં પૂછયું, ‘શું નામ ?” ત્યારે કહે છે, ‘દાદાજી, મારું નામ મશરૂર.’ કહ્યું, ‘આવ. અહીં બેસ પાસે, કેમ આવી તું ?” ત્યારે કહે, ‘મારો ભાઈ દાદાજીનાં બહુ જ વખાણ કરે છે, દાદાજી, દાદાજી, દાદાજી, દાદાજી. ત્યારે મારા મનમાં એમ થયું કે દાદાજી તે કેવાં હશે ?” ત્યારે મેં કહ્યું, ‘આ છે એવા, જો ને આ દાદાજી છે !' એ જાણે કે દાદાજી કેવા પટીયાં પાડતા હશે.” ને કેવા થોભિયાં રાખ્યાં હશે ને કેવા અહીં આગળ ! એનો ભાઈ શાથી વખાણ કરે ? એના ભાઈને જ્ઞાન આપ્યું હતું. તે પછી જ્ઞાન લઈને અહીંથી સીધો ઈરાક ગયો. ઈરાક દસેક હજાર રૂપિયાનો પગાર મળતો હશે. તે એની બેન પૈણવાની થઈ ત્યારે પાછો આવ્યો. હવે અહીંથી જ્ઞાન લઈને ગયો. પછી મને મળેલો જ નહીં પણ પાછો આવ્યો ત્યારે ઘેર આવીને દાદાજીનાં વખાણ કરવા માંડ્યો કે, ‘દાદાજી છે ને મારે દાદાજીનાં દર્શન કરવાના છે.” મા-બાપ છોકરાંનો વ્યવહાર ૫૪૩ પ્રશ્નકર્તા : એ કહે છે, ઇરાકનું યુદ્ધ ચાલતું હતું. તે વખતે આજુબાજુ બધે બૉમ્બાર્ડીંગ થયા, તે વખતે બધે સળગે. પણ મને કશી અસર નહોતી થઈ. દાદાજીનું જ્ઞાન હાજર રહ્યું કે ‘વ્યવસ્થિત છે, હું શુદ્ધાત્મા છું.’ દાદાશ્રી : હા. ત્યાં દાદાજી હાજર રહેતા હતા. તે પછી એની બેન તો ભડકી કે એવા દાદાજી ત્યાં રક્ષણ કરે છે ? એટલે બેન આવી દર્શન કરવા કે તારા ગુરુ કેવા છે, તે મારે જોવા આવવું છે. એ ‘જ્ઞાની પુરુષ' કેવા છે ! તે આવી. પછી આવીને એનાં મનમાં ઠીક લાગ્યું, જરા જોતાંની સાથે જ ઠીક લાગ્યું, અંતર કર્યું એનું કે ખુદાનાં આસિસ્ટન્ટ જેવાં તો લાગે જ છે એ. એને લાગ્યું એટલે પછી બેઠી. પછી બીજી વાતો નીકળી. પછી મેં કહ્યું, ‘શું કરું છું તું ?” ત્યારે કહે, ‘હું લેકચરર છું. ત્યારે મેં કહ્યું, ‘શાદી-બાદી કરી કે નથી કરી ?” ત્યારે કહે, “ના. શાદી કરી નથી, પણ વિવાહ થયેલા છે.' કહ્યું, ‘ક્યાં થયેલાં છે, મુંબઈમાં ?” ત્યારે કહે ના, પાકિસ્તાનમાં.’ ‘પણ હવે ક્યારે પૈણવાની છું ?” ત્યારે કહે, ‘હવે છ મહિનામાં જ.’ મેં કહ્યું, ‘કોની જોડે ? ધણી કેવો ખોળી કાઢ્યો છે ?” ત્યારે કહે, ‘લૉયર છે.' પછી મેં કહ્યું કે, ‘એ ધણી કરીને પછી તને કંઈ દુઃખ નહીં આપે ? અત્યારે તને કશું દુ:ખ છે નહીં અને ધણી કરવા જઈશ ને ધણી દુ:ખ આપશે તો ?” મેં કહ્યું, ‘એની જોડે શાદી કર્યા પછી તારો પ્રોજેક્ટ શો છે ? એની જોડે શાદી થઈ પહેલાં તું પ્રોજેક્ટ તો કરી રાખે ને ? કે એની જોડે આવી રીતે વર્તવું ? કે ના કરી રાખે ? ત્યાં પૈણ્યા પછી કંઈ તે તૈયારી રાખી મેલી છે કશી ? પૈણ્યા પછી એ લયર જોડે મેળ કેમ પડશે કે નહીં તેની ?” ત્યારે એ કહે છે, “મેં બધી તૈયારી કરી રાખી છે, એ જરાક આમ બોલશે તો હું સામો આવો જવાબ આપીશ, એ આમ કહેશે તો હું આમ કહીશ, એ આમ કહેશે તો એક-એક બધા જવાબો મારી પાસે તૈયાર છે.” આ જેટલી આ રશિયાએ તૈયારી કરી નાખી છે ને, એટલી જ તૈયારીઓ કરી રાખી છે. ફૂલ તૈયારીઓ બન્ને જણાએ. તે આ મતભેદ

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315