Book Title: Maa Baap Chhokarano Vyavhar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 315
________________ પ૩૪ મા-બાપ બેકરાંનો વ્યવહાર મા-બાપ છોકરાંનો વ્યવહાર પરૂપ નહીં. પછી મેં એમને કહ્યું, બધાંની રૂબરૂ, ‘તમે નથી બોલતાં, તે તમે જાતે બોલતાં નથી કે કોઈ બોલવા દેતું નથી ?' તો કહે, ‘બોલવામાં શું ફાયદો ? ત્યારે મેં કહ્યું, ‘હું શું કરવા બોલું, મારે બોલવાની જરૂર નથી. હું તો બધું લઈને બેઠો છું. આ બોલો એ શીખવાડું છું. આ વિજ્ઞાન છે, આ સાયન્સ છે.' એકે એક શબ્દ સાયન્સ રૂપ છે. પછી જે એને સારું એવું સમજાવ્યું ને સમજી ગયો. બોલવા માંડયો. હવે એને ફાધર-મધર જોડે શું થતું, ફાધર જોડે ટક્કર રોજ ચાલ્યા કરે, તો ફાધરે એક ફેરો મને કહ્યું કે “આણે જ્ઞાન લીધું પણ ઘેર લઢવાડ પાર વગરની કરે છે.” એટલે મેં ભઈને શું કહ્યું કે, ‘તમે એક અમારી આજ્ઞા પાળો.' તે કહે, ‘હા દાદાજી આપ જે કહો તે.' આજથી તમારા ફાધરને રોજ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી અને ઉઠવું. પછી આખા દિવસનું કામ ત્યાર પછી કાર્ય કરવાં. એણે ચાલુ કર્યું. પછી એના ફાધર આવીને કહે છે, “મારું ઘર સ્વર્ગ થઈ ગયું હવે તો. નર્ક જેવું થઈ ગયું'તું, તો સ્વર્ગ થઈ ગયું.’ હવે પેલા ભઈને શું ફાયદો થયો એ જાણો છો તમે ? એના છોકરાં હતા પંદર-પંદર વર્ષનાં, બાર-બાર વર્ષનાં એ બધા એને પગે લાગવા માંડ્યાં. ત્યારે આને કહ્યું, ‘કેમ પગે લાગો છો ?" ત્યારે કહે, ‘તમે તમારા ફાધરને કેમ લાગો છો ? તમે લાભ ઉઠાવો અને અમે ના લાભ ઉઠાવીએ ?!' ત્યાં ઘણાં ખરાં ઘરે ચાલુ છે. અંદર અંદર બધા સંકેલવામાં બહુ લાભ થાય. બહારના માણસોને ના કરવા જોઈએ. તે ટાઈટ થાય. અહીં તો વડીલ ખરાંને, વડીલ તો ઉપકારી કહેવાય આ તો! એના આશીર્વાદ હોય જ ! હવે એ પચાસ વર્ષનાં માણસ દર્શન કરે સવારથી, દંડ શરૂ કર્યા. આજ્ઞા પાળવામાં બહુ શુરો પણ. એટલે બરાબર દાદાજી આપ જે કહો એ મારે કરવાનું. એને ફાધરની શરમે ય ના આવી ને ત્યાં સીધો જઈને પેલો ફાધરને પગે લાગ્યો. એનો ફાધર ઊંચોનીચો થઈ ગયો કે આ શું ? દુનિયામાં ના બને એવું બન્યું !! છોકરાં નથી લાગતાં મા-બાપને પગે; ત ભૂલ ઋણ મા-બાપ પુરતું જશે! દાદાશ્રી : એવું છે, મા-બાપને પગે લાગતાં નથી. મા-બાપના દૂષણ જોઈ લે છે છોકરાઓ. એટલે પગે લાગવા જેવાં નથી એવું એમના મનમાં માને છે, એટલે નથી લાગતાં. જો એમનામાં કંઈક એનાં પોતાનાં આચારવિચારો ઊંચા બેસ્ટ લાગે તો હંમેશાં પગે લાગે જ. પણ આજના મા-બાપ તો બેઉ છોકરા ઊભાં હોય ને મા-બાપ લઢતાં હોય, મા-બાપ લઢે કે ના લઢે ? પ્રશ્નકર્તા: લઢે. દાદાશ્રી : હવે એ છોકરાના મનમાં કંઈ રહે એમના માટે જે માન હોય તે ? પ્રશ્નકર્તા : સંત-મહાત્માઓને પણ હાથ જોડી ઉપરથી માથું નામનું નમાવે છે. દાદાશ્રી : હા, પણ સંત-મહાત્મામાં ભલીવાર ના હોય તો નામનું જ નમાવે પછી. છોકરા ખોટાં નથી, મા-બાપની ભૂલ છે. સંત-મહાત્માની ભૂલ છે. પ્રશ્નકર્તા : આપની પાસે ચરણમાં પડતાં આપના ચરણ છોડવાની ઇચ્છા પણ કરતાં નથી. દાદાશ્રી : એ અહીં સાચું છે એટલે છોકરો શું, નાનું છોકરું પાંચ વર્ષનું ખસે નહિ, સાચું છે એટલે ! પોતાને તરત સુખ ઉત્પન્ન થાય છે. મા-બાપને શી રીતે પગે લાગે ? મા-બાપને તો લગ્ન કરે તે દહાડે જરા આમ આમ કર્યા કરે, પૈણાવ્યો તે બદલ ! બાકી કશું ના લાગે. એના માટે ચારિત્રબળ જોઈએ. ચારિત્રબળ હોય તો સામો માણસ પગે લાગે, નહિ તો પગે લાગે નહિ. આ દુનિયામાં ત્રણનો મહાન ઉપકાર છે. એ ઉપકાર છોડવાનો જ નથી. ફાધર, મધર અને ગુરુનો ! આપણને જેમણે રસ્તે ચઢાવ્યા હોય, તે આ ત્રણનો ઉપકાર ભૂલાય એવો નથી. - જય સચ્ચિદાનંદ પ્રશ્નકર્તા: આજના છોકરાઓ મા-બાપને પગે લાગતાં નથી. સંકોચ અનુભવે છે.

Loading...

Page Navigation
1 ... 313 314 315