Book Title: Maa Baap Chhokarano Vyavhar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 310
________________ પ૬૪ મા-બાપ છોકરાંનો વ્યવહાર મા-બાપ છોકરાંનો વ્યવહાર પ૬૫ મળી એ સારી. એવી બીજી બદલી લેવાય ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : બજારમાં મળે નહીં મા બીજી, નહીં ? અને મળે તો કામની ય નહીં. ગોરી ગમતી હોય તો ય આપણને શું કામની ? હમણાં છે એ સારી. બીજાની ગોરી જોઈને ‘આપણે ખરાબ છે' એવું ના બોલવું જોઈએ. ‘મારી મા તો બહુ સરસ છે' એવું કહેવું જોઈએ. પ્રશ્નકર્તા : ભઈ પૂછે છે કે પપ્પાનું શું માનવાનું? દાદાશ્રી : પપ્પાનું? એ શેમાં રાજી રહે એવું રાખજેને એમને. રાજી રાખતા ના આવડે ? એ રાજી રહે એવું કરજે. પ્રશ્નકર્તા : હા, કરીશ. દાદાશ્રી : એવું લાગે તને પણ પછી પ્રતિક્રમણ કરવું ત્યારે ! પ્રશ્નકર્તા : હિં. પછી એમને પણ જરા કઢાપો-અજંપો વધારે થઈ જાય ત્યારે થાય કે હવે આપણા નિમિત્તે આવું ના થવું જોઈએ. એવું થાય પછી. દાદાશ્રી : ના, પણ એવું નહીં. “મારી ભૂલ થઈ” એમ કરીને પ્રતિક્રમણ કરવું પડે, તું અવળું બોલી તેનાં. પ્રશ્નકર્તા : મને અમુક વાર ભૂલ લાગતી નથી મારી પોતાની, તેમની જ ભૂલ છે. - દાદાશ્રી : ભૂલ થયા વગર કોઈને દુ:ખ અપાય જ નહીં ને આપણી ભૂલ થાય તો કો'કને દુ:ખ થાય. પ્રશ્નકર્તા: મને તો એવું લાગે કે એમની પ્રકૃતિ જ એવી છે એવું લાગ્યા કરે. દાદાશ્રી : આ બધા લોક સારી પ્રકૃતિ કહે છે ને તું એકલી કહું, એટલે ઋણાનુબંધ છે, હિસાબ છે. પ્રશ્નકર્તા : એટલે દાદા એમ થાય કે એમને કચકચ કરવાની ટેવ જ પડી ગઈ છે. દાદાશ્રી : હા, તો એથી કરીને એ તારી ભૂલ છે એમાં, ભૂલ તારી છે. એટલે મા-બાપને કેમ દુઃખ થયું એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. દુ:ખ થવું તો ના જોઈએ, હવે ‘સુખ આપવા આવી છું” એવું મનમાં હોવું જોઈએ. “મારી એવી શી ભૂલ થઈ’ કે મા-બાપને દુઃખ થયું. માં ગમે તેટલી હોય કાળી; છોકરાંને લાગે સદા રૂપાળી! પગ, માથું દબાવી દે તે સેવા; પૈણ્યા પછી છોડી દે તે કેવા? મા-બાપ એટલે મા-બાપ. આ દુનિયામાં પહેલામાં વહેલી સેવા કરવા જેવું સાધન હોય તો મા-બાપ. સેવા કરીશ એમની ? પ્રશ્નકર્તા : હા, ચાલુ જ છે સેવા. ઘરકામમાં મદદ કરું છું. દાદાશ્રી : લ્યો, એ તો બધું નોકર રાખ્યો હોત તો તે ય કરે. પ્રશ્નકર્તા : એમાં પૈસા જાય ને ! દાદાશ્રી : તે તારી પાછળ નથી આપતા પૈસા. કપડાં પહેરાવાનું કરવાનું, જમાડે ને એ બધું. તેમાં તે શું કર્યું ? સેવા તો ક્યારે કહેવાય? એમને દુ:ખ થતું હોય, પગ ફાટતા હોય અને આપણે પણ એમને દબાવી આપીએ એવું તેવું બધું.... પ્રશ્નકર્તા : હા, એ હું કરું છું ને ! દાદાશ્રી : કરું છું ?! એમ ! મોટો થઈશ ત્યારે પપ્પા-મમ્મીને શું કરીશ ? બાપા ખરાબ લાગતા નથી ?! એ લાગશે ત્યારે શું કરીશ ? એટલે ખરાબ એવું દુનિયામાં કશું હોતું નથી, આપણને ભેગું થયું એ બધું સારી ચીજ હોય છે. કારણ કે આપણા પ્રારબ્ધનું છે. મા મળી તે ય સારી. ગમે તેવી કાળી હોય, તો ય આપણી મા એ સારી. કારણ કે આપણને પ્રારબ્ધમાં

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315