________________
પ૬૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ૬૭
વડીલોની સેવા કરવાથી આપણું વિજ્ઞાન ખીલે છે. કંઈ મૂર્તિઓની સેવા થાય છે ? મૂર્તિઓનાં કંઈ પગ દુ:ખે છે ! સેવા તો વાલી, વડીલો કે ગુરુ હોય તેમની કરવાની હોય.
પ્રશ્નકર્તા : સેવા કરીશ.
દાદાશ્રી : લાકડી લઈને ! શી રીતે સેવા કરીશ ? તું તો નોકરી કરીશ કે સેવા કરીશ ? જો બહાર કરીશ નોકરી અને ઘેર આવું તો વહુની ભાંજગડમાં પડવું પડશે, તો એમની ક્યારે સેવા કરીશ તું ? બહારનું ડિપાર્ટમેન્ટ રચાઈ ગયું, અંદર ઘરનું ડિપાર્ટમેન્ટ રચાઈ ગયું. એમનું ડિપાર્ટમેન્ટ કર્યું આવશે? તને કેમ લાગે છે? કે પૈણ્યા વગર રહેવાનો
મા-બાપની સેવાથી સુખસંપત્તિ; મળે ગુરુસેવાથી કાયમી મુક્તિ!
વડીલોની સેવાથી ખીલે વિજ્ઞાત; શાંતિ અચૂક મલે જીવનમાં પ્રધાત!
પ્રશ્નકર્તા: ગુરુની સેવા સાથે મા-બાપની સેવા કરવી જોઈએ આ યુવા પેઢીએ. તો જો મા-બાપની સેવા ન કરે તો કઈ ગતિ થાય ?
દાદાશ્રી : પહેલી મા-બાપની સેવા, જેણે જન્મ આપ્યો તે. પછી ગુરુની સેવા. ગુરુની સેવા ને મા-બાપની સેવા તો ચોક્કસ રહેવી જોઈએ. વખતે ગુરુ સારાં ના હોય તો સેવા છોડી દેવી જોઈએ.
પ્રશ્નકર્તા : અત્યારે મા-બાપની સેવા કરતાં નથી ને, તેનું શું ? તો કઈ ગતિ થાય ?
દાદાશ્રી : મા-બાપની સેવા ના કરે એ આ ભવમાં સુખી થાય નહીં. મા-બાપની સેવા કરવાનો પ્રત્યક્ષ દાખલો શું ? ત્યારે કહે છે કે આખી જિંદગી સુધી દુઃખ ના આવે. અડચણો ય ના આવે, મા-બાપની સેવાથી
શું કરશો શાંતિનું ? લાવવી છે કે નથી લાવવી ? પ્રશ્નકર્તા : લાવવી છે.
દાદાશ્રી : લાવી આપીએ પણ મા-બાપની સેવા કરી છે કોઈ દહાડો ? મા-બાપની સેવા કરે તો શાંતિ ના જતી રહે. પણ આજ સાચા દિલથી મા-બાપની સેવા નથી કરતા. ત્રીસ વર્ષનો થયો ને ‘ગુરુ”(પત્ની) આવ્યા. તો કહે છે, મને નવે ઘેર લઈ જાવ. ગુરુ જોયેલા તમે ? પચીસ-ત્રીસ વર્ષે “ગુરુ” મળી આવે અને ‘ગુરુ’ મળ્યા એટલે બદલાઈ જાય. ગુરુ કહે કે, બાને તમે ઓળખતા જ નથી. એ એક ફેરો ના ગાંઠે. પહેલી વખત તો ના ગાંઠે પણ બે-ત્રણ વખત કહે, તો પછી પાટો વાળી લે.
બાકી મા-બાપની શુદ્ધ સેવા કરે ને, એને અશાંતિ થાય નહીં એવું આ જગત છે. આ કંઈ જગત કાઢી નાખવા જેવું નથી. ત્યારે લોક પૂછે ને, છોકરાનો જ દોષ ને.... છોકરા સેવા નથી કરતાં મા-બાપની, એમાં મા-બાપનો શો દોષ ? મેં કહ્યું કે એમણે મા-બાપની સેવા નહીં કરેલી, એટલે એમને પ્રાપ્ત થતી નથી. એટલે આ વારસો જ ખોટો છે. હવે નવેસરથી વારસાની જગ્યાએ ચાલે તો સરસ થાય.
એટલે એ બનાવડાવું છું. એકેએક ઘેર, છોકરા બધા ઓલરાઈટ થઈ ગયા છે. મા-બાપે ઓલરાઈટ ને છોકરાએ ઓલરાઈટ !
આપણા હિન્દુસ્તાનનું વિજ્ઞાન તો બહુ સુંદર હતું. તેથી તો શાસ્ત્રકારોએ ગોઠવી દીધેલું ને કે મા-બાપની સેવા કરજો, જેથી કરીને તમને જિંદગીમાં ય ધનનું દુ:ખ નહીં પડે. હવે એ કાયદેસર હશે કે નહીં હોય એ વાત જુદી છે, પણ મા-બાપની સેવા અવશ્ય કરવા જેવી છે. કારણ કે જો તમે સેવા નહીં કરો તો તમે કોની સેવા પામશો ? તમારી પાછળની પ્રજા શી રીતે શીખશે કે તમે સેવા કરવા લાયક છો. છોકરાંઓ બધું જોતા હોય છે. એ જએ કે આપણા ફાધરે જ કોઈ દહાડો એમના બાપની સેવા કરી નથી ને ! પછી સંસ્કાર તો ના જ પડે ને !
પ્રશ્નકર્તા: મારું કહેવાનું એમ હતું કે પુત્રની પિતા પ્રત્યે ફરજ શું
દાદાશ્રી : છોકરાઓએ પિતા પ્રત્યે ફરજ બજાવવી જોઈએ અને