________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ્રશ્નકર્તા : એ દાદાનો સિદ્ધાંત જબરો છે કે પહેલાં પૂછે કે તમારે અમેરિકન જોડે પરણવું ? તો કે', ‘ના’ એમ કહેતાં દાદા છેલ્લે નાત ઉપર લાવીને મૂકી દે છે.
દાદાશ્રી : એટલે આમ રસ્તો ખોળવો જોઈએ. પોતાનું સુધારતા નહીં આવડયું, તો આ બીજાને શું સુધારે છે ?! આ તો પૂર્વજન્મની કમાણીને લીધે બૈરી મળી, નહીં તો બૈરી ય ના મળે. કાયદેસર ગુણાકાર ગણવાના હોય કે આ લાયક છે ભઈ ? ત્યારે કહે, આ તો પૂર્વજન્મની પુર્વે, તે બૈરીને ભાયડો મળે. આ પૂર્વજન્મની પુણ્યને લીધે ભેગું થયું બધું. તમને કંઈ નથી લાગતું એવું ?
પ્રશ્નકર્તા : લાગે છે ને !
દાદાશ્રી : કારણ કે મા-બાપે એવા સંસ્કાર આપ્યા નથી તમને બધાને કે જે તમે મા-બાપ થઈ શકો. હવે એ તો બધું થવાનું હતું તે થઈ ગયું. પણ આપણે હવે એ ભૂલ સુધારવીને ! આપણા મા-બાપોને બ્લેઈમ કર્યા કરતાં આપણે સુધારી નાખીએ એ શું ખોટું !
પ્રશ્નકર્તા : બરોબર છે !
દાદાશ્રી : કોઈ પણ વસ્તુને બ્લેઈમ કરવું, એ તો ખોટું જ છે. છોકરાને એક શબ્દ ય બોલાય નહીં. પ્રેમથી રહેવાનું, નહીં તો પેલા સુધરે નહીં, ને ટાઈમ નકામી જાય અને કકળાટ આખો દહાડો ઘરમાં રહ્યા કરે. પાછી ઈન્ડિયન ફીલોસોફી કેવી હોય છે, એક જણ વઢવા તૈયાર થાય ત્યારે પેલો ઉપરાણું લે. એટલે પેલું સુધરતું હોય તો ય સુધરવાનું તો કંઈ ગયું. છોકરો એમ જાણે કે “મમ્મી સારી છે અને પપ્પા ખરાબ છે. મારીશ મોટો થઈશ ત્યારે.’ તે એવું નક્કી કરે પાછું, મહીં શું નક્કી કરે ?
પ્રશ્નકર્તા : તે વખતે કોનો વાંક કહેવાય. દાદા ?
દાદાશ્રી : ભોગવે એનો. એના ફાધરનો જ ને ! વાંક તો પૂછવાનો વખત જ ના આવે એવું રાખ્યું છે કે નહીં ?
પ્રશ્નકર્તા : હા, બરાબર. ‘ભોગવે એની ભૂલ’. એ છોકરાંઓ, મા અને બાપમાંથી, ધારો કે એમને ખબર પડી કે મા આપણે સાંભળે છે,
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૮૯ આપણને જે જોઈએ છે, કરીએ છે, તે મા તરફથી આપણને મળી જાય છે. એટલે છોકરાઓ પછી સાયકોલોજી ‘રીડ’(વાંચીને) કરીને માને હાથમાં રાખે, મીઠું, મીઠું બોલીને પોતાનું કામ કઢાવે. તો માને પેલી ખબર ના પડતી હોય, બાપને ખબર પડે.
દાદાશ્રી : એવું બને. છોકરાઓ મમ્મીને સમજાવીને કામ કાઢી લે. એક છોકરો એના ભઈબંધને કહેતો હતો, કે મારી મમ્મીને સમજાવીને હું લઈ આવીશ. ના, છોકરો મમ્મીને સમજાવે ત્યાંથી ના સમજીએ કે મમ્મી થવા લાયક છે કે નહીં ?
પ્રશ્નકર્તા: દાદા, છોકરાઓ આપસ આપસમાં કહેતા જ હોય છે, એ તો હું મમ્મીને કહીને કરી લઈશ, બધું થઈ જશે. મમ્મી મારા પપ્પાને પટાવી દેશે.
દાદાશ્રી : શું થાય હવે ? આને કંઈ કાઢી મેલાય અહીં આવ્યા છે તો !
પ્રશ્નકર્તા : હું આવું જ કરતો હતો. કે મારે બહાર જવું હોય અને હું બહાર જતો હોઉં, તો હું પૂછું કે હું જઉં બહાર ? તો એ લોકો ના પાડી દે તરત જ, એટલે પછી હું શું કરું કે હું એમ કહ્યું કે હું બહાર જઉં છું. એટલે પેલા પૂછે તો કેટલા વાગે આવીશ પાછો ? એટલે આવી સાયકોલોજી હું બહુ વાપરતો.
દાદાશ્રી : છોકરાં મૂર્ખ બનાવે છે. બાપને બાપ થતાં... મા-બાપ થતાં ના આવડ્યું ત્યારે જ ને ! હિન્દુસ્તાનના છોકરાઓ કેવા ડાહ્યા હોય ! આવું ને આવું રાખશો કે સુધારશો ?
પ્રશ્નકર્તા : સુધારવાનું. દાદાશ્રી : તમારે કંઈ છોકરા છે ? કેટલાં છોકરાં છે ? પ્રશ્નકર્તા : બે. એક છોકરો ને એક છોકરી.
દાદાશ્રી : બે જ આખી વસ્તી ! તે એમાં તો શું મોટી નિશાળ છે તે તને શીખવાડવાનું ! એ તો છોકરા રમતાં રમતાં શીખે.
પ્રશ્નકર્તા : દાદા, પહેલાં પાછલા જમાનામાં તો દસ-દસ છોકરાં