Book Title: Maa Baap Chhokarano Vyavhar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 285
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર પ્રશ્નકર્તા : હેં દાદા, આપણે સરસ ડીઝાઈન કરી અને એવો તડબૂચું લઈ આવ્યા હોય... ૫૧૪ દાદાશ્રી : તડબૂચું લાવ્યા પછી કાપીએ ત્યારે પછી ધોળું નીકળે મહીં, લાલ નીકળે. કારણ કે લગ્ન એટલે ભાંગફોડ જ છે પોતે. પણ લગ્ન કેમ હિતકારી છે ? કેમ ફરજિયાત છે ? ત્યારે કહે છે કે એ અથડાઈ અથડાઈને ડેવલપ કરે છે માણસને. જીવમાત્રને ડેવલપ્ડ કરવા માટેનું સાધન છે એ. અથડાઈ અથડાઈને અનુભવ થઈને એક્સપીરીયન્સ કરીને આગળ વધે છે. પ્રશ્નકર્તા : એટલે મોક્ષે જવાનું એ પણ એક પગથિયું ખરું ને ! દાદાશ્રી : એ જ પગથિયું છે, આ જ પગથિયું. સ્ત્રી એ જ પગથિયું. સ્ત્રીને પુરૂષ એ જ પગથિયું. મારે, ઝૂડે, ઠોકાઠોક કરે. તો જ મોક્ષે જાય. એના ઉપરથી તારણ કાઢે કે પૈણવા જેવું નથી. પછી તે ઘડીએ એ બોલે. ગમે એટલી મોહવાળી હોય ને નક્કી કરે કે ‘આ પૈણવા જેવું નથી, બળ્યો આ સંસાર !' એટલે કહું છું પરણીને પછી તારણ કાઢજે. તારણ કાઢવામાં ભાંગફોડ છે જ વળી. હવે આ જાણે નહીં લોકો તારણ કાઢવાનું. એટલે શું કરે ? એ ક્લેમ કર્યા જ કરે, એના કર્મ બંધાય. પેલો બ્લેમ કર્યા કરે, એના કર્મ બંધાય અને પછી જાનવરોમાં ફર્યા જ કરે અનંત અવતાર. તારણ કાઢવાનું હોય ને તો સમજી જાય કે આ ખરું, પ્રોફિટ કાઢવાનું ! શું અનુભવ થયો એ જોવાનું. લગ્ન એ મોજશોખ માટે નથી, અનુભવ માટે છે. અમે બધો અનુભવ કાઢી લીધેલો. છોકરીઓ પૂછે છે મારે પૈણવું કે ના પૈણવું ? મેં કહ્યું, જો પૈણ્યા વગર ચાલે એવું નથી અને પૈણીને પસ્તાયા વગરે ય ચાલે એવું નથી. કારણ કે બધું જ્ઞાન આપનારું છે અને જો ચાલે એવું હોય, પહેલાં તું આ લઈને આવેલી હોય અનુભવ, તો અત્યારે ચાલે એવું હોય તો ચલાવી લે. બાકી ‘પૈણવું એ કંઈ ગુનો છે’ એવું નથી. એ જ્ઞાન આપનારું છે. ઉપદેશ-જ્ઞાન આપે છે. તને જ્ઞાન ના મળ્યું ? પ્રશ્નકર્તા : બહુ મળ્યું, દાદા. દાદાશ્રી : હા. અને પેલો એમ ને એમ છે તે પૈણ્યા વગર જો એ મા-બાપ છોકરાંનો વ્યવહાર થઈ ગયા હોય.... જગતનું કલ્યાણ કરવા માટે, તો મનમાં થોડું થોડું ખૂંચે. થોડું ઘણું પૈણ્યા હોત તો સારું પડત. આખી જીંદગી ખૂંચે. હવે આ ખૂંચે જ નહીં. ૫૧૫ પ્રશ્નકર્તા : દાદા, હું ના પરણી હોત ને, તો મને આ જગત ને આ બધું શું છે, કંઈ સમજણ જ ના પડી હોત. દાદાશ્રી : એટલે મને વિચાર આવ્યો હતો કે બિચારી નથી પૈણતી, તે ઘરના બધા કહે છે કે નથી પૈણતી, નથી પૈણતી. મેં એને સમજણ પાડી કે બેન પૈણવા જેવું છે આ જગતમાં. પૈણીને પસ્તાવું તો પડશે, પણ આ પૈણવા જેવું તો છે જ આ જગતમાં. પણ મને એમ થયું... અત્યારે મેં વિચારી જોયું. મેં કહ્યું, આ મેં આવી વાત શા માટે કરી હતી ? પણ અત્યારે મને ખબર પડી કે આ તો લાભકારી થયું. નહીં તો ખૂંચ્યા કરત કે આ પૈણ્યા હોત તો સારું પડત ! હવે ક્લીયર કટ. પૈણવાની ? તો કહે, ‘નો. હવે જ્ઞાન લઈ લીધું છે.’ ‘પૈણવાનું શું વાંધો છે’ એ જોઈ લીધો કે અનુભવ થવો જોઈએ ને ! નહીં તો મનમાં ખટક્યા કરે. તમને બધાને અનુભવ થયા ને ! પ્રશ્નકર્તા : થયા, દાદા. દાદાશ્રી : એમને વિચાર આવતો હતો કે આપણે બ્રાહ્મણ જોડે પૈણીએ તેથી આ વાંધા આવે છે ! તે હવે જૈન જોડે પૈણ્યા તે હવે ખબર પડીને એમાં ય !! એ ય અનુભવ જોઈ લીધો ને, નહીં ? એ પણ અનુભવ મળે જ છે ને ! પ્રશ્નકર્તા : હવે તો પૈણવાનો નિશ્ચય જ કરી દીધો બંધ. દાદાશ્રી : અમે ય હીરાબા જોડે અનુભવ બધો મેળવી લીધો. પછી તારવણી કરી કે ભઈ હવે અનુભવ કર્યો. પણ જો ગોદાગોદ કરીશું, તો ફરી થોડાંક છમકલાં રહેશે. એના કરતાં આપણે હિસાબ ચોખ્ખો કરો ને ! એટલે કલીયર કટ એટલે બસ એટલું જ. ભાવ બગડે નહીં એની ઉપર ક્યારે ય પણ. એ અવળું કરે તો ય ભાવ ના બગડે. શા માટે આપણું બગાડવાનું ? એક અવતાર પાનાં પડ્યાં, તે પાનાં પૂરા કરવાનાં ને ! જ્યાં સુધી પૂરા થાય ત્યાં સુધી અને ના થાય તો એ છોડી દેવાનું.

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315