________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ્રશ્નકર્તા : હેં દાદા, આપણે સરસ ડીઝાઈન કરી અને એવો તડબૂચું લઈ આવ્યા હોય...
૫૧૪
દાદાશ્રી : તડબૂચું લાવ્યા પછી કાપીએ ત્યારે પછી ધોળું નીકળે મહીં, લાલ નીકળે. કારણ કે લગ્ન એટલે ભાંગફોડ જ છે પોતે. પણ લગ્ન કેમ હિતકારી છે ? કેમ ફરજિયાત છે ? ત્યારે કહે છે કે એ અથડાઈ અથડાઈને ડેવલપ કરે છે માણસને. જીવમાત્રને ડેવલપ્ડ કરવા માટેનું સાધન છે એ. અથડાઈ અથડાઈને અનુભવ થઈને એક્સપીરીયન્સ કરીને આગળ વધે છે.
પ્રશ્નકર્તા : એટલે મોક્ષે જવાનું એ પણ એક પગથિયું ખરું ને ! દાદાશ્રી : એ જ પગથિયું છે, આ જ પગથિયું. સ્ત્રી એ જ પગથિયું. સ્ત્રીને પુરૂષ એ જ પગથિયું. મારે, ઝૂડે, ઠોકાઠોક કરે. તો જ મોક્ષે જાય. એના ઉપરથી તારણ કાઢે કે પૈણવા જેવું નથી. પછી તે ઘડીએ એ બોલે. ગમે એટલી મોહવાળી હોય ને નક્કી કરે કે ‘આ પૈણવા જેવું નથી, બળ્યો આ સંસાર !' એટલે કહું છું પરણીને પછી તારણ કાઢજે. તારણ કાઢવામાં ભાંગફોડ છે જ વળી. હવે આ જાણે નહીં લોકો તારણ કાઢવાનું. એટલે શું કરે ? એ ક્લેમ કર્યા જ કરે, એના કર્મ બંધાય. પેલો બ્લેમ કર્યા કરે, એના કર્મ બંધાય અને પછી જાનવરોમાં ફર્યા જ કરે અનંત અવતાર. તારણ કાઢવાનું હોય ને તો સમજી જાય કે આ ખરું, પ્રોફિટ કાઢવાનું ! શું અનુભવ થયો એ જોવાનું. લગ્ન એ મોજશોખ માટે નથી, અનુભવ માટે છે. અમે બધો અનુભવ કાઢી લીધેલો.
છોકરીઓ પૂછે છે મારે પૈણવું કે ના પૈણવું ? મેં કહ્યું, જો પૈણ્યા વગર ચાલે એવું નથી અને પૈણીને પસ્તાયા વગરે ય ચાલે એવું નથી. કારણ કે બધું જ્ઞાન આપનારું છે અને જો ચાલે એવું હોય, પહેલાં તું આ લઈને આવેલી હોય અનુભવ, તો અત્યારે ચાલે એવું હોય તો ચલાવી લે. બાકી ‘પૈણવું એ કંઈ ગુનો છે’ એવું નથી. એ જ્ઞાન આપનારું છે. ઉપદેશ-જ્ઞાન આપે છે. તને જ્ઞાન ના મળ્યું ?
પ્રશ્નકર્તા : બહુ મળ્યું, દાદા.
દાદાશ્રી : હા. અને પેલો એમ ને એમ છે તે પૈણ્યા વગર જો એ
મા-બાપ છોકરાંનો વ્યવહાર
થઈ ગયા હોય.... જગતનું કલ્યાણ કરવા માટે, તો મનમાં થોડું થોડું ખૂંચે. થોડું ઘણું પૈણ્યા હોત તો સારું પડત. આખી જીંદગી ખૂંચે. હવે આ ખૂંચે
જ નહીં.
૫૧૫
પ્રશ્નકર્તા : દાદા, હું ના પરણી હોત ને, તો મને આ જગત ને આ બધું શું છે, કંઈ સમજણ જ ના પડી હોત.
દાદાશ્રી : એટલે મને વિચાર આવ્યો હતો કે બિચારી નથી પૈણતી, તે ઘરના બધા કહે છે કે નથી પૈણતી, નથી પૈણતી. મેં એને સમજણ પાડી કે બેન પૈણવા જેવું છે આ જગતમાં. પૈણીને પસ્તાવું તો પડશે, પણ આ પૈણવા જેવું તો છે જ આ જગતમાં. પણ મને એમ થયું... અત્યારે મેં વિચારી જોયું. મેં કહ્યું, આ મેં આવી વાત શા માટે કરી હતી ? પણ અત્યારે મને ખબર પડી કે આ તો લાભકારી થયું. નહીં તો ખૂંચ્યા કરત કે આ પૈણ્યા હોત તો સારું પડત ! હવે ક્લીયર કટ. પૈણવાની ? તો કહે, ‘નો. હવે જ્ઞાન લઈ લીધું છે.’ ‘પૈણવાનું શું વાંધો છે’ એ જોઈ લીધો કે અનુભવ થવો જોઈએ ને ! નહીં તો મનમાં ખટક્યા કરે. તમને બધાને અનુભવ થયા ને !
પ્રશ્નકર્તા : થયા, દાદા.
દાદાશ્રી : એમને વિચાર આવતો હતો કે આપણે બ્રાહ્મણ જોડે પૈણીએ તેથી આ વાંધા આવે છે ! તે હવે જૈન જોડે પૈણ્યા તે હવે ખબર પડીને એમાં ય !! એ ય અનુભવ જોઈ લીધો ને, નહીં ? એ પણ અનુભવ મળે જ છે ને !
પ્રશ્નકર્તા : હવે તો પૈણવાનો નિશ્ચય જ કરી દીધો બંધ.
દાદાશ્રી : અમે ય હીરાબા જોડે અનુભવ બધો મેળવી લીધો. પછી તારવણી કરી કે ભઈ હવે અનુભવ કર્યો. પણ જો ગોદાગોદ કરીશું, તો ફરી થોડાંક છમકલાં રહેશે. એના કરતાં આપણે હિસાબ ચોખ્ખો કરો ને ! એટલે કલીયર કટ એટલે બસ એટલું જ. ભાવ બગડે નહીં એની ઉપર ક્યારે ય પણ. એ અવળું કરે તો ય ભાવ ના બગડે. શા માટે આપણું બગાડવાનું ? એક અવતાર પાનાં પડ્યાં, તે પાનાં પૂરા કરવાનાં ને ! જ્યાં સુધી પૂરા થાય ત્યાં સુધી અને ના થાય તો એ છોડી દેવાનું.