________________
૫૧૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ૧૩
પ્રશ્નકર્તા : દાદા, ગાડી ધકેલાવે છે, બાબાની.
દાદાશ્રી : એમ ? છોકરા ને છોકરીઓની વાતમાં સમાજમાં શું હોય છે ? અઢાર વર્ષની છોકરી ને અઢાર વર્ષનો છોકરો. અઢાર વર્ષની છોકરીને અઠ્યાવીસ વર્ષનો એને અનુભવ હોય. દશ વર્ષ આગળ અનુભવ હોય એનો, અને આ છોકરામાં કશો અનુભવ હોતો નથી. એટલે એવું જ થાયને પછી. માટે છોકરો મોટો ખોળી કાઢવો જોઈએ, નહીં તો પેલો અનુભવ કાચો પડી જાય. સરખે સરખું જોડું બેસાડી દો તો આઠ-દસ વર્ષનું જ્ઞાન, અનુભવ એનામાં વધે છે. એવું તમને ખબર ખરી ! એ સારા ઘરમાં મેં જોયેલું. એ સારા ઘરનો અનુભવ હોય છે.
પહેરું ?” “ના, હું પહેરું નહીં.’ એક છોકરીને મેં કહ્યું, ‘તારે જોઈએ તે આપે તો તે પુરુષ થવા તૈયાર છું ?” ત્યારે કહે, “ના, અમે જેમ છીએ તે જ મુબારક છે.' અરે, આટલી કીંમત છે એમની ? આટલી બધી વેલ્યુ છે તે હું જાણું જ નહીં. જુઓને કહે છે ને મને ‘છોકરી છું’ તે જ ગમે છે.
ખીચડી કરવી હોયને, તો સાણસી-બાણસી બધું ય જોઈએ. એ કંઈ દાળ-ચોખા એકલાથી થાય નહીં. માટે ધણી તો પહેલો જોઈએ.
પ્રશ્નકર્તા : હવે જોઈએ જ એવું ખરું, આ દુનિયાની અંદર ?
દાદાશ્રી : એવું કંઈ નહીં. પણ એણે ભાવ એવા કર્યા છે કે એને જરૂર પડશે.
‘હસબંડે' ય કર્યા વગર ચાલે તેમ નથી. જેટલી સંડાસની જરૂર છે એટલી ‘હસબંડ'ની જરૂર છે. ‘હસબંડ’ તો બે-ચાર દહાડા બહારગામ જાય તો ચાલે, પણ સંડાસ વગર ના ચાલે, જેની જેની જરૂરિયાત તે ખોળે. રસોડું ય ખોળે, આવા જગતમાં લોકોએ કેવા કેવા અર્થ વગરના વિકલ્પો કર્યા !
સ્ત્રીનો મોહ પૈણવાતાં, જણવાતો; છૂટકો નથી લાવ્યા કરીને ભાવો!
પરણીને કાઢે તારણ; મોક્ષ વિતા ત તિવારણ!
દાદાશ્રી : તને ધણીયાણી થવું ગમે ? કે મા થવું ગમે ? પ્રશ્નકર્તા : મમ્મી થવું ગમે. દાદાશ્રી : અને ધણીયાણી થવું ગમે કે ધણી થવું ગમે ? પ્રશ્નકર્તા: વાઈફ. દાદાશ્રી : એમ ! આબરૂ જાય તો ય નહીં વાંધો આવે, નહીં ?
પ્રશ્નકર્તા: દાદા કહે છે ને, કેવો મોહ ? છોકરા જણવાનો તે કંઈ મોહ કરવા જેવો છે ?
દાદાશ્રી : એ તો પછી જણવા જ પડે ને !
પ્રશ્નકર્તા : પણ દાદા, એ તો હવે જાણ્યા પછી એમ થાય કે આ અવતાર સ્ત્રીનો તો જોઈએ જ નહિ, એમ.
દાદાશ્રી : એ ના જોઈતું હોય, તે આ જાણ્યા પછી. નહિ તો તને ય વારેઘડીએ આ ગમતું'તું. ‘બહુ સારું” તું જાણી ગઈ ને કે આ તો પોલ છે સાલું. જોખમદારી છે આ તો, એવું સમજી ગઈ ને !
એક છોકરાને મેં કહ્યું, ‘તને એક લાખ રૂપિયા આપે તો તું સાડી
પ્રશ્નકર્તા : અત્યારે છે તો આપણા હિન્દુ સમાજમાં બધા જે લગ્ન થાય છે, એ મા-બાપ ગોઠવી આપે છે અને પછી એ સક્સેસફુલ જતા નથી ને આખી જીંદગી એ લોકોને સહન કરવું પડે છે. તો કહે, એમાં કોઈ રસ્તો છે ? કારણ કે એ લોકો સમાજના પ્રેશરથી મા-બાપને રાજી રાખવા આવી રીતના લગ્ન કરતા હોય છે ને આખી જીંદગી ભોગવવું પડે છે. તો કહે એવો કોઈ રસ્તો છે કે આ આવું ના થાય ?
- દાદાશ્રી : એ તો ચોઈસ કરીને પૈણે તો ય એવું થાય ને પેલું કરીને પણે તો ય એવું થાય. કારણ કે લગ્નનું નામ જ ભાંગફોડ. એનું નામ જ ભાંગફોડ. આ ભાંગફોડ થયા વગર રહેવાનું નહીં.