Book Title: Maa Baap Chhokarano Vyavhar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 269
________________ ૪૮૨ મા-બાપ છોકરાંનો વ્યવહાર મા-બાપ છોકરાંનો વ્યવહાર ૪૮૩ ના જાય? અને પેલી કહે કે ના, મને સીનેમા નથી ગમતું. એટલે ઊડી ગયું. આ તો ફયુઝ જ ઊડી જાય. આ તે કંઈ લાઈફ છે ?! એટલે મહીં આકર્ષણ થાય આપણને તો ત્યાં લગ્ન કરવું. બે-ત્રણ વખત તપાસ કરવી. ને ખેંચાણ થાય નહીં, તો એ કેન્સલ. પ્રશ્નકર્તા : બે-ચાર વખત મળવું જોઈએ ખરું ? દાદાશ્રી : મળવા જવાય, એવા સંજોગો બને તો ય વાંધો નથી. ન બને તો ય વાંધો નથી. પણ આકર્ષણ થવું જોઈએ. મુખ્ય ‘લૉ’ આટલો જ ! આ તો પહેલાં શું કરતા હતા? જોયા વગર જ એમ ને એમ કરી આવતા હતા. અમારા વખતમાં તો ગોર જઈને કરી આવે. ગોર એટલે આપણા જે બ્રાહ્મણ હોયને, તે જ્યાંથી માગું આવ્યું હોયને, ત્યાં ગોર જઈ આવે અને પછી કન્યાની ઊંમર બધું પૂછી કરી આવે. પૈઠણીયા વર, આ કેવી સોદાબાજી?! ત પ્રેમ, ત્યાં જીવનમાં દગાબાજી! એ પછી સ્ત્રીઓ ઓછી થાય છે અને પુરુષો વધી જાય છે. એક ફેરો અત્યારે સ્ત્રીઓ વધી ગઈ છે. એ માલ જે વધી જાયને, તેનો ભાવ ઊતરી જાય. ડુંગળી વધી ગઈ હોય તો ડુંગળીનો ભાવ ઓછો થઈ જાય અને ડુંગળી ના હોય, ઓછી થઈ ગઈ હોય, ને પરવળ વધી ગયા હોય, તો પરવળનો ભાવ ઘટી જાય. પરવળ જ સારાં છે, એવો કશો નિયમ નથી. જે ઘટી ગયું, તેનો ભાવ વધી જાય. આ શિકાગોમાં હેરકટીંગ સલુનવાળા બધા ઘટી ગયા હોયને, બધા કંટાળીને ભાગી ગયા હોયને, ને બહુ જ થોડા રહ્યા હોય, તો વાળ કપાવવા વકીલની લાઈન લાગે આખી બહાર. વકીલોને લાઈનમાં ઉભા રહેવું ના પડે ? કેમ પેલાઓની કિંમત વધી ગઈ ? કારણ કે વાળ કાપનારા ઓછા છે અને વકીલો વધારે છે. જે વધારે તેની કિંમત ઘટી જાય. તે આ સ્ત્રીઓ વધેલી છે. તેથી બિચારીની આ કિંમત ઘટી છે. કુદરત જ આવું કરાવે છે. હવે આનું રીએક્શન ક્યારે આવે ? બદલો ક્યારે મળે છે ? જ્યારે સ્ત્રીઓ ઘટી જાય છે અને પુરુષો વધી જાય છે, ત્યારે સ્ત્રીઓ શું કહે છે ? સ્વયંવરપણું કરો. એટલે એ પૈણનારી એકલી અને આ એકસોને વીસ. સ્વયંવરમાં બધા ફેંટા-બેંટા પહેરીને ટાઈટ થઈને આવ્યા હોય ને મુંછ આમ આમ કરતા હોય ! પેલીની રાહ જોતા હોય કે આ ક્યારે મને વરમાળા પહેરાવે. પેલી જોતી જોતી આવે. પેલો જાણે કે મને પહેરાવશે. આમ ડોકું હલ આગળ કરવા જાય. પણ પેલી ગાંઠે જ નહીંને ! પછી જયારે એનું દિલ મહીં એકાકાર થાય, ખેંચાણ થાય, તેને વરમાળા પહેરાવે. પછી એ મૂછો આમળતો હોય કે ના આમળતો હોય. એ પછી મશ્કરી થાય. આ ડગલાં મુખ થઈને ચાલ્યા જાય પછી, આમ આમ કરીને. તે આ એવી મશ્કરી થયેલી, આ સામો બદલો મળે છે !! એટલે સ્ત્રીઓ જોડે આવું અપમાન નહીં કરવું જોઈએ. લગ્ન સારી જગ્યાએ કરજો અને સામાને કહી દેવું કે “આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇન્સલ્ટ યુ.” આ તો એને પૂછે કે સીનેમા જોવા આવીશ કે નહીં ? અલ્યા, સીનેમાને તોપને બારે ચઢાવવું છે ? સાથે રહેતી હોય તો સીનેમા જોવા પ્રશ્નકર્તા : દાદા, એમનો પ્રશ્ન તો બહુ મોટો છે. પુરુષને જ્યારે છોકરી આપવામાં આવે ત્યારે એ પેલું માંગે છેને, પૈઠણ માંગે છે કે કંઈક માંગે છે. તો એવું કેમ પુરુષ માંગે છે ? છોકરાવાળાઓ. દાદાશ્રી : એવું છેને કે આપણે અહીં આગળ છે તે ઘણાં વખત અમુક વસ્તુનો ભાવ બહુ હોય, શાકભાજીનો. દીવાળી પર એક રૂપિયે કીલો મળતું હતું અને ઉનાળામાં આઠ રૂપિયે કીલો મળે એવું હોય છે, બને છે. તે આપણે કહીએ કે ભઈ, આઠ રૂપિયા કેમ રાખ્યા છે, એક રૂપિયાને બદલે ? તો એ શું કહે ? પ્રશ્નકર્તા : પણ દાદા તો પછી એ તો કોમોડિટી, વ્યાપારજન્ય વસ્તુ થઈ ગઈ ને એ તો. દાદાશ્રી : એ વ્યાપાર જ થઈ ગયો છે. એ વ્યાપાર જ છે બધો. નથી આપતા, તેમાં ય વ્યાપાર છે. કોઈ ગમે તે સોનું આપે. પાંચ તોલા, તો પાંચ તોલા. બધો વ્યાપાર જ છે આ. લગ્ન ય વ્યાપાર છે.

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315