Book Title: Maa Baap Chhokarano Vyavhar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 278
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર મા-બાપ છોકરાંનો વ્યવહાર ૫૦૧ પ્રશ્નકર્તા : હા. વળી. દાદાશ્રી : અરે, એમને આવી અડચણ કોઈ દહાડો આવેલી નહીં ને ? પછી આ અડચણ આવી છે એટલે એ અટકાવે છે, તેથી તમારા કંઈ દુશ્મન નથી એ. પ્રશ્નકર્તા : દાદા, મેં છોકરાંઓને એમ કીધું કે, જયાં સુધી તમારી કોમનસેન્સ ફૂલ્લી ડેવલપ ના થાય ત્યાં સુધી તમારે અમારા કાબૂમાં જ રહેવાનું. દાદાશ્રી : હા. બસ. બરાબર છે. પ્રશ્નકર્તા : તો હજી એ મગજમાં ઊતરતું નથી એ બધી વાત. દાદાશ્રી : એ તો એવું છે ને, કે એને એટલા માટે તારે સમજવાનું, કે શું શું ના પાડે છે, શા કારણથી ? મને પૂછવું કે શા કારણથી ના પાડે છે. તો હું તને ખુલાસો કરી આપીશ. એમાં શું ફાયદો હોય છે કશું ? આ તો મનની માન્યતા છે. એક માણસને તો બગીચામાં જાય છે ત્યાં જ એને ગમે છે. અને એક માણસ કહે છે, બગીચામાં શું જવાનું છે ? એક માણસને ક્રીકેટ વગર આખું સૂઝ જ નથી પડતી અને એક માણસને ‘અલ્યા, મૂઆ, ક્રિકેટમાં શું રમવાનું છે' એમ કહે ?! માન્યતાઓ છે, રોંગ બીલીફો છે. પ્રશ્નકર્તા : અહીં બધા અમેરિકામાં જન્મેલા આપણા ઇન્ડિયનના છોકરાની એવી માન્યતા છે કે, અમે બધું જાણીએ છીએ. દાદાશ્રી : કારણ કે, બાપને કાનપટ્ટી પકડાવતાં આવડતી નથી. આ હું કાનપટ્ટી પકડાવું છું. એની મેળે સીધો થાય છે. આપણે કાનપટ્ટી પકડાવીએ ને, તો પછી સીધા થાય. બાપને આવડતી નથી. અગર આવડે છે તો છે તે એનું ચિત્ત એમાં ને એમાં, પૈસા કમાવા ને ડૉલરમાં અને ધંધામાં છે, અગર તો સર્વીસમાં તો સર્વીસમાં છે. આવું ના હોવું જોઈએ. ઓલરાઉન્ડ’ જોઈએ અને તમે જ્ઞાન લીધેલું એટલે તમે ઓલરાઉન્ડ થવાના જ ને ! ‘દાદા’ છે ને, તમારે વાંધો શું છે ?! પ્રશ્નકર્તા: તો થોડા પેરેન્ટ્સને, દાદા ટ્રેઈન કરી આપો ! દાદાશ્રી : બધુ ચેન્જ (ફેરફાર) થઈ જ જવાનું. નહીં તો મુશ્કેલી હતી જ. નહીં તો આમાં બાપ જબરજસ્ત મુશ્કેલીમાં મુકાત અને આ બેનો પણ બહુ મુશ્કેલીમાં મુકાત ! ફાધર મિત્રના જેવી સલાહ આપે છે કે દુમિનનાં જેવી ? પ્રશ્નકર્તા : ના. ફ્રેન્ડલી રીતે એ સમજાવે છે પણ કો'ક વાર હું સાંભળું નહીં. એટલે ગુસ્સે થઈ જાય. મા-બાપ કહે અમને, તો અમને અંદરથી એમ લાગે કે આ હન્ડેડ પરસેન્ટ સાચું કહે છે. પણ અમારો અહંકાર, તે વખતે એવો ઘવાય કે તે ના એક્સેપ્ટ કરે. દાદાશ્રી : મને પૂછીને કરજે. જે કરવું હોય તે કરજે. હું કરવાની છૂટ આપીશ. પણ મને પૂછીને કરજે. ફાધર-મધરને ના પૂછે તો મને પૂછજે. મને વાંધો નહિ. હું તને વઢીશ નહિ. કોઈપણ રીતે વઢીશ નહિ. સમજ પડીને ? વગર કામનાં ફસાયા પછી કોણ કાઢે ?! પ્રશ્નકર્તા : દાદા કાઢે. દાદાશ્રી : હા. પણ અવળી જગ્યાએ ફસાઈ ગયા હોય ને તો મારે મુશ્કેલીમાં મૂકાઈ જવું પડે અને તેનાં કરતાં ના ફસાઉં તો બહુ સારું. મારે એટલી ઓછી ઉપાધિને ! બને ત્યાં સુધી ઉપાધિ ઓછી રાખવી. તમે ફસાઈ ગયા હો તો હું તમને છોડાવું. બધું કરી આપું છું ! છોડીઓએ રહેવું મા-બાપતા કહ્યામાં; એ જ પ્રેમ સમજી, મજા છે સહામાં! પ્રશ્નકર્તા : આપણા હિન્દુ ફેમીલીમાં કહે છે, “છોકરી પારકે ઘરે જતી રહેવાની છે અને છોકરો કમાઈને ખવડાવાનો છે કે આપણો સહારો થવાનો છે.” એવી અપેક્ષાઓ છે એ દ્રષ્ટિ રાખી અને છોકરીને માટે છે તો પ્રેમ ના રાખે એ બરાબર કહેવાય ? દાદાશ્રી : પ્રેમ ના રાખે એ બોલનારી જ ખોટી છે. આ વાંધો જ ખોટો છે. એ જ અણસમજણ છે ને ! પ્રેમ ના રાખે એવાં કોઈ મા-બાપ જ ના હોય. આ એને સમજણ જ નથી એટલે શું થાય તે ! આવું પ્રેમ

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315