Book Title: Maa Baap Chhokarano Vyavhar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 280
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર ૫૦૫ કારણ ટાઈમીંગ છે. ટાઈમનો મેળ પડ્યો નથી. પેલા એ નક્કી કર્યું હોય ૨૮ વર્ષ વગર મારે પૈણવું જ નથી, આણે નક્કી કર્યું, કહે ય કે મારે ૨૫ વર્ષ સુધી પૈણવું નથી. એ બધો ટાઈમ એમના કહ્યા પ્રમાણે ભેગો થાય ને પછી પૈણે. પેટ્રોલ તે અતિ ન રખાય કદિ સાથે; સળગે અચૂક જોખમ ન રાખ માથે! પ૦૪ મા-બાપ છોકરાંનો વ્યવહાર પ્રશ્નકર્તા : અને વહેલામાં વહેલી ક્યારે પૈણાવી જોઈએ ? દાદાશ્રી : વહેલામાં વહેલી તો, ખરો રિવાજ તો કેવો હોય જ્યારે કુદરતી એને મન્થલી કોર્સ શરૂઆત થાય ત્યારે લગ્ન કરવું જોઈએ. તે ય છે તે લોકોએ રૂઢિમાં લીધું ત્યારે નાની ઉંમરમાં મરી જવા માંડ્યા મૂઆ ! એટલે ભલે થોડું બગડે પણ મોટી ઉંમરમાં પૈણો, કહે છે. જીવે વધારે ને ! પેલું તેર વર્ષનો પણેલો, પંદર વર્ષે બાપો થઈને ઊભો રહે. એ કેટલા વર્ષ જીવે પછી ! એટલે કહ્યું, થોડું બગડે, નુકસાન થશે તો પણ મોટી ઉમરમાં પૈણો. પછી સારું શરીરનું બંધારણ થાય ને ! પ્રશ્નકર્તા : હા. આજકાલ છોડીઓ ય વહેલું વિવાહ કરવા તૈયાર ના થાય ને ! દાદાશ્રી : છોડીઓ તૈયાર ના થાય. એટલે ઉંમર તો, બને ત્યાં સુધી લગ્ન વહેલું થાય તો સારું. આ ભણવાનું પતી જવા આવ્યું હોય, ભણવાનું પતી જાય અને આ લગ્ન પૂરું થઈ જાય એવી રીતે બની જાય તો સારું, બેઉ સાથે થઈ જાય. અગર લગ્ન થાય પછી વરસ દહાડા પછી ભણવાનું પુરું થતું હોય તો ય વાંધો નહીં. પણ લગ્નથી બંધાઈ જઈએ ને તો ‘લાઈફ’ સારી જાય, નહીં તો ‘લાઈફ' પાછલી બહુ દુઃખી થાય છે. પ્રશ્નકર્તા : આપણે ઘણીવાર કહીએ છીએ કે ફાઈલનો સમભાવે નિકાલ કરવો છે. પણ સિન્સિયરલી નથી રહેવાતું. પણ ફ્રેન્ડસ સાથે બહુ મોહ ન રાખવો, બહુ મોહ રાખવાની ના પાડી છે. છતાં મોહ થઈ જાય છોકરો હશે જન્મી ચૂકેલો; ટાઈમતો સંજોગ બાકી રહેલો! દાદાશ્રી : ફ્રેન્ડસર્કલમાં કોણ કોણ છે ? પ્રશ્નકર્તા : બધા પંદર-વીસ-પચ્ચીસ જણા છે એ લોકો. દાદાશ્રી : એમ ! બધી ગર્લ છે ને ! પ્રશ્નકર્તા : ના બને છે, ગર્લ્સ ને બોઈઝ. દાદાશ્રી : બોઈઝ કેટલા છે ફ્રેન્ડમાં ? પ્રશ્નકર્તા : લગભગ આઠ છોકરા હોય તો દસ છોકરીઓ હોય, એવી રીતે. દાદાશ્રી : ફ્રેન્ડશીપ રાખવાનો વાંધો નથી, પણ બિલકુલ કરેક્ટનેસમાં રહેવું જોઈએ. પેટ્રોલ પડ્યું હોયને દિવાસળી સળગાવી તે ચેતીને રાખવું, નહીં તો સળગી ઉઠે. એટલું સ્ત્રી-પુરુષને ભેગા રહેવાથી થાય છે અસર, ઈફેક્ટીવ છે. તે ફ્રેન્ડ ઉપર મોહ એટલે સખીની વાત કરું છું કે સખો ? પ્રશ્નકર્તા ઃ નહીં, બન્ને રીતે. દાદાશ્રી : સખો હઉં ! મૂંછવાળો હઉં ! પ્રશ્નકર્તા : હા. બન્ને. વહેલી તકે ધણી સારો મળજો. એવી ઇચ્છા ખરી તારે ? પ્રશ્નકર્તા : વહેલી તકે નથી જોઈતું. દાદાશ્રી : પણ “સારો મળજો' એવું તો તું કહેને ! અને આ જગત તો એવું છે કે કોઈ બેન કહેશે, “હે ભગવાન, ખરાબ હશે તો પણ ચાલશે.' તો ય પણ જે એને લમણે લખેલું છે તે જ આવે. કારણ કે લમણે લખેલી ચીજ મળે છે આ. છોકરાનો જન્મ તો થઈ ગયો. કંઈ નવો જન્મવાનો નથી. થઈ ગયો, પણ જડતો નથી અને છે એ જડવાનો છે. પણ જડતો નથી એનું

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315