________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ09 ફ્રેન્ડલી રીલેશન એ ગુનો છે.
પ્રશ્નકર્તા : એમાં શું ગુનો છે ?
દાદાશ્રી : પેટ્રોલ અને દિવાસળી. દેવતા બે સાથે મૂકાય નહીં ને ! એ બન્ને ય લાગ ખોળતા હોય. આ મારા લાગમાં ક્યારે આવે અને પેલો એ જાણે કે આ મારા લાગમાં ક્યારે આવે ?! શિકાર કરવાનું ખોળતા હોય, શિકારી કહેવાય બન્ને ય !
પ્રશ્નકર્તા છોકરા અને છોકરીઓએ દોસ્તી તમે કીધું કે નહીં કરવી જોઈએ.
દાદાશ્રી : બિલકુલ નહીં કરવી જોઈએ. પ્રશ્નકર્તા : બિલકુલ નહીં કરવી જોઈએ, તે એ લોકોને સંતોષ નહીં
થયો.
પ૦૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર દાદાશ્રી : બરાબર છે. તો એની જોડે આપણે સમભાવે રહેવાનું, તે ઘડીએ તારી જાગૃતિ રહેવી જોઈએ. તે ઘડીએ ભાન ના ભૂલી જવું જોઈએ. બનતાં સુધી જેને બ્રહ્મચર્ય પાળવાનું છે, જેને મોક્ષ જોઈએ છે, તે સ્ત્રીઓએ પુરૂષોનો પરિચય ઓછામાં ઓછો કરવો, ના છૂટકે જ. જેને મોક્ષે જવું છે, એણે એટલી કાળજી લેવી જોઈએ. એવું મને લાગે છે કે નહીં લાગતું ? તને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : લેવી જોઈએ. દાદાશ્રી : કે મોક્ષે જવું નથી હમણે ! ચાલે એવું છે ! પ્રશ્નકર્તા : ના, મોક્ષે જવું છે. દાદાશ્રી : તો પછી આમાં શું કરવાનું, આ નર્યો એંઠવાડ ! સ્ત્રીઓની સાથે ફરો-હરો, ખાવા-પીવો. નિરાંતે મજા કરો.
પ્રશ્નકર્તા : પણ તો ય એવી સ્ત્રીઓ સાથે બી વધારે મોહ થઈ જાય છે. આપણને કોઈ બહુ ગમે એવી રીતે આમ, છોકરી પણ બેનપણી હોય એમની સાથે આપણે ભેગા થઈએ, તો એટેચમેન્ટ થઈ જાય છે.
દાદાશ્રી : નહીં, એ એટેચમેન્ટનો વાંધો નથી. એ તો હું તમને આશીર્વાદ આપીશ તો જતું રહે બધું. વાંધો પેલો છે. આ એટેચમેન્ટ ગણાય નહીં, એટેચમેન્ટ પેલાને કહેવાય. એટેચમેન્ટ-ડીટેચમેન્ટ ત્યાં આગળ બધું સીધા રહેવું. આનો વાંધો નહીં.
પ્રશ્નકર્તા આ દસ વર્ષ પછી કરે શું, અહીં તો લાઈફ જુદી છે. એટલે સેક્સ તો ફ્રી હોય છે અહીંયા.
- દાદાશ્રી : હા, ફ્રી હોય છે. આ ટેટો ક્યારે ફૂટી જશે એ હું જાણું ને ! ચોગરદમ દેવતા સળગતો હોય તો ટેટો એમ ને એમ પડી રહેતો હશે કે ફૂટી જાય ?
પ્રશ્નકર્તા : દાદા, એક બેન પૂછે છે કે આપણે છોકરાઓ જોડે ફ્રેન્ડલી રીલેશન હોય, છતાં મા-બાપને શંકા કેમ પડતી હોય છે ?
દાદાશ્રી : ના, ફ્રેન્ડલી રીલેશન રખાય જ નહીં. છોકરાઓ જોડે
દાદાશ્રી : એ ફ્રેન્ડશીપ છેવટે પોઈઝનરૂપ થશે, છેવટે પોઈઝન જ થાય. છોકરીને મરવાનો વખત આવે. છોકરાનું કશું જાય નહીં. એટલે છોકરા જોડે તો ઊભું જ ના રહેવું જોઈએ. છોકરાની ફ્રેન્ડશીપ કોઈ કરશો નહિ, નહીં તો એ પોઈઝન છે. લાખ રૂપિયા આપે તો ય ફ્રેન્ડશીપ ન કરવી. પછી છેવટે ઝેર ખાઈને મરવું પડે છે. કેટલી ય છોકરીઓ ઝેર ખાઈને મરી જાય છે.
લગ્ન પહેલાં પૈણવાના વિચાર; આવતાં જ પ્રતિક્રમણથી ઊડાડા
લગ્ન કરવા પહેલા ખરાબ વિચાર તો નહીં આવે ને તને, બેન ! પ્રશ્નકર્તા : શેનાં બેડ થોટસ્ ? દાદાશ્રી : કોઈને પૈણવાનાં વિચાર એવા-તેવા આવશે નહીં ?! પ્રશ્નકર્તા : ના, એ તો ખાલી ફ્રેન્ડસ જ.
દાદાશ્રી : એમ ! લગ્ન પહેલાં વિચાર આવે, તો હું તને બતાડી દઈશ તે પ્રમાણે પ્રતિક્રમણ કરવાનું. એટલે એને ધોઈ નાખો. વિચાર