________________
૪૯૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૯૩
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો પછી મેરેજ લાઈફ ના હોય. મેરેજ લાઈફ એ ડિપેન્ડન્ટ. કો'ક દહાડો પેલો પીને આવે તો તે ઘડીએ એ ટૈડકાવે. હા, એ કો'ક દહાડો મળી ગયું અને કો' કે પઈ દીધું એને, શું કરું તે ઘડીએ ?
પ્રશ્નકર્તા : ખબર નહીં.
દાદાશ્રી : ઇન્ડિપેન્ડન્ટ પછી પાછળ પરમેનન્ટ હેપિનેસ હોય. આ તો ડિપેન્ડન્ટપણું, ધણી ટૈડકાવે ત્યારે શું કરું ?
પ્રશ્નકર્તા : એ મારી સામે ફાઈટ કરે તો હું એની જોડે સામે ફાઈટ
દાદાશ્રી : ઓહોહો ! પછી એ ફાઈટમાં પછી આગળ વધતું વધતું ક્યાં સુધી જાય ? એનું એન્ડ શેમાં આવે, એનો એન્ડ કેવી રીતે આવે ? કોણ જીતે, કોણ હારે ?
પ્રશ્નકર્તા : કોઈ ના જીતે. દાદાશ્રી : અને રાતે ઊંઘ સારી આવે નહીં તે દહાડે ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આને લાઈફ જ કેમ કહેવાય ? ફાઈટ કરવું એ સિવિલાઈઝડ કે અનૂસિવિલાઈઝડ છે ?
પ્રશ્નકર્તા : એ બધા અનૂસિવિલાઈઝડ છે.
દાદાશ્રી : સિવિલાઈઝડ એ લઢે નહી. એ રાતે બન્ને સૂઈ જાય, વઢવઢ નહીં. જે અનુસિવિલાઈઝડ લાગે છે કે મનુષ્યો, તે આ ઝઘડા કરે, કકળાટ થાય બધું !
પ્રશ્નકર્તા : ના, એટલું બધું નહિ. કો'ક વાર થાય, સમટાઈમ્સ.
દાદાશ્રી : શી બાબતમાં થાય. વિરોધ હોય તો વાંધો નહીં. મને કહે ને કે શી બાબતમાં થાય.
પ્રશ્નકર્તા : પાર્ટીમાં જવાનું હવે ઓછું થઈ ગયું છે. પાર્ટીમાં જઈએ, ડાન્સ કરીએ, તેની તમે ના પાડી, એ પછી ઓછું થઈ ગયું છે.
- દાદાશ્રી : હા, એ તો બેન, તારી સંસ્કારીતા બગાડે. એમાં શું ફાયદો ? એ તો આપણે ઊંધુ માની લીધું છે. આપણા લોકો કો'કને જોઈ ને કરે. કોઈ સાવ નેકેડ થઈને દોડતી હોય, એ જોઈ ચાર-પાંચ દોડવા માંડે એટલે આપણે ય દોડવું એની જોડે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એ બધા જાતજાતના લોકો હોય. આપણે મા-બાપને પૂછવું કે “અમારે શું કરવું ? આપણા સંસ્કાર કેવા છે ? એમ પૂછી જોવું ! સમજ પડીને ? દરેકનાં સંસ્કાર જુદા. સંસ્કાર એટલે શું? એનું સિવિલાઈઝપણું છે અને એ સિવિલાઈઝરણાને લીધે આ જ્ઞાન મળે ને બધું મળે.
અને આપણે જ્યાં ડાન્સ કરવા જતા હોય ને, એમનું સિવિલાઈઝપણું કેવું હોય છે ? એ તો મેરીને પૈણી લાવ્યો હોય ને તે એક દહાડો મતભેદ થાય તો શું થાય એને ?
પ્રશ્નકર્તા : છૂટા થાય.
દાદાશ્રી : તરત, વાર નહિ. પેલી મેરી કહેશે, “યુ, યુ” ત્યારે પેલો કહે, ‘યુ, યુ’ અને આપણું તો એડજસ્ટ થઈ જાય પાછું સવારમાં.
એટલે હવે પેલા ગાંડા જોડે આપણે ફરીએ તો પછી ગાંડા થઈ જઈએ. હા, એવું કરવું હોય, ડાન્સીંગ કરવું હોય તો આપણી છોકરીઓ હોય ને, આપણી પોતાની, ઊંચી નાતની, ત્યાં કરવું. પેલા લોકો જોડે નહિ. એ ચેપ પેસી જાય, આપણને ચેપ અડે તો બધો રોગ ઊભો થાય.
એવું છે ને જે ડાન્સીંગ કરવા જાવ છો, તેમાં અમેરીકનના છોકરાઓ હોય, નહીં ?
પાર્ટી તે ડાન્સ બગાડે સ્વ સંસ્કાર; એમાં કોઈ ચોર કરે દિલ બેકરારી
દાદાશ્રી : મા-બાપ જોડે તારે હવે વિરોધ છે ?